Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

નોકરીનો મેડ ન પડતાં ધરમનગરના બીસીએના છાત્ર દેવએ ઝેર પી લીધું

ઘરેથી નીકળ્‍યા બાદ બિગ બાઝાર પાસે બગીચા નજીક પહોંચી પગલુ ભરી લેતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૮: ગાંધીગ્રામ સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ ધરમનગર સોસાયટીમાં રહેતાં દેવ પ્રસાદભાઇ જોષી (ઉ.વ.૨૨) નામના યુવાને સાંજે બિગ બાઝાર પાછળ બગીચા નજીક ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

દેવના કહેવા મુજબ પોતે માતા-પિતાનો એકનો એક પુત્ર છે અને બીસીએના ત્રીજા વર્ષમાં એચ.એન. શુક્‍લા કોલેજમાં ભણે છે. છેલ્લા કેટલાક સમયથી તે નોકરી શોધતો હતો. પરંતુ નોકરીનો મેડ પડતો ન હોઇ ટેન્‍શનને કારણે ઘરેથી નીકળ્‍યો હતો અને આટાફેરા કરતો બગીચા નજીક પહોંચ્‍યા બાદ ઝેરી દવા પી લીધી હતી. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

 

(11:36 am IST)