Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીઃ સાંસ્કૃતિ કાર્યક્રમો, પરેડ, બાઇક સ્ટંટ, તલવાર રાસે જમાવટ કરી

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનર સોૈરભ તોલંબીયા અને અધિકારીઓની ઉપસ્થિતીઃ ઉત્કૃષ્ટ કામગીરી કરનારનું સન્માન

રાજકોટઃ શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આરંભે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવને ગાર્ડ દ્વારા સલામી અપાઇ હતી. પછી ધ્વજ વંદન, પરેડ કમાન્ડર રિપોર્ટીંગ અને નિરીક્ષણ તથા માર્ચપાસ્ટ પરેડનું આયોજન થયું હતું. ત્યારબાદ પોલીસ કમિશનરશ્રીએ પ્રસંગ અનુરૃપ ઉદ્દબોધન કર્યુ હતું. ત્યારપછી ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સરસ્વતિ શીશુ મંદિર શૈક્ષણીક સંકુલ દ્વારા સાંસ્કૃતિ કાર્યકમ યોજાયો હતો. તેમજ અલગ અલગ પાત્રોની વેશભુષા સાથેનું ફયુઝન દેશભકિત ગીત બાળકોએ રજુ કરી મન મોહી લીધા હતાં. જેમાં ધોરણ-, અને , ૭ના પાંત્રીસ બાળકોએ ભાગ લીધો હતો.

અન્ય એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ-, ૭ના તેતાલીસ બાળકોએ બાગ લીધો હતો. સરસ્વતિ શીશુ મંદિરની રણછોડનગર બ્રાંચના છાત્રોએ કલ્ચર ફયુઝન સોંગ બાળકોએ રજુ કર્યુ હતું. ગાંધીગ્રામની માતુશ્રી અમથીબા વિદ્યાલય દ્વારા દેશભકિત ગીત રજુ કરાયું હતું. ત્યારબાદ ધો-૧૧ના છાત્રોએ મૈં રહુ યા ના રહુ, આયો રે શુભ દિન, દેશ રંગીલા સોંગ રજૂ કર્યા હતાં. તેમજ ક્રિસ્ટલ સ્કૂલ ઘંટેશ્વરના ધો-,૧૦,૧૧ના છાત્રોએ દેશભકિત ગીત રજૂ કર્યુ હતું. પછી શોૈર્યગીત પર તલવાર રાસ રજૂ થયો હતો. જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ અને ક્ષત્રીય કન્યાઓએ ભાગ લીધો હતો.

ત્યારબાદ વિશીષ્ટ કામગીરી બદલ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના સંતાનો અને નોંધપાત્ર કામગીરી કરનારા શહેરના જાગૃત નાગરિકોને પ્રમાણપત્ર-ઇનામ આપી સન્માનીત કરાયા હતાં. તેમજ ડોગ શો પણ યોજાયો હતો. પછી પોલીસ હેડકવાર્ટરના તાલીમાર્થીઓ દ્વારા રાયફલ પી.ટી. યોજવાઇ હતી અને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા બાઇક સ્ટન્ટ રજૂ કરાયા હતાં. દિલધડક બાઇક સ્ટન્ટ જોઇ ઉપસ્થિત સોૈ કોઇ અચંબીત થઇ ગયા હતાં. સ્ટંટ મહિલા પોલીસ કર્મચારીઓએ રજૂ કર્યા હતાં. અંતમાં એસઓજી, કયુઆરટી, બીડીડીએસ, કમાન્ડો અને ડોગ સ્કવોડ દ્વારા આતંકવાદ વિરોધી ડેમો અને વીઆઇપીની સુરક્ષાના ડેમો રજૂ કરવામાં આવ્યા હતાં. છેલ્લે રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, તમામ એસીપીશ્રીઓ, તમામ પીઆઇશ્રીઓ તેમજ અન્ય સ્ટાફ-કર્મચારીઓ જોડાયા હતાં. હેડકવાર્ટરના પોલીસ પરિવારના સભ્યો તેમજ શહેરના નાગરિકો પણ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતાં. તસ્વીરમાં ધ્વજવંદન કરી રહેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક જોઇ શકાય છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ અને સંયુકત પોલીસ કમિશનરશ્રી સોરેભ તોલંબીયા સોૈથી છેલ્લી તસ્વીરમાં જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(4:04 pm IST)