Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

હુડકો ચોકડી પાસેથી દેશી તમંચા સાથે સંજયગીરીને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

રાજકોટઃ કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચના ઍઍસઆઇ ચેતનભાઇ ચાવડા, ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. જયદિપસિંહ, કોન્સ. અશોકભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે પીઆઇ ઍલ.ઍલ. ચાવડા, પીઍસઆઇ ઍન.ડી. ડાભોર સહિતના સ્ટાફે દેશી બનાવટનો તમંચો અને ઍક જીવતા કાર્ટીઝ સાથે સંજયગીરી જમનગીરી ગોસ્વામી (ઉ.વ. ૩૬, રહે. હુડકો ચોકડી પાસે)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(5:03 pm IST)