Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કૈલા કોરોના સંક્રમીત થયા

રાજકોટ તા. ર૭: કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. અનેક ક્ષેત્રે કાર્યરત લોકો કોવીડ-૧૯થી સંક્રમીત થયા છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૈલાને કોવીડ-૧૯ના કારણો જણાતા તેઓએ ટેસ્ટ કરાવતા પોઝીટીવ માલુમ પડેલ શ્રી કૈલા હોમ આયસોલેશનમાં રહીને સારવાર કરશે.

(3:38 pm IST)