Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રસુલપરા પાસેથી બે ચોરાઉ બાઇક સાથે સુલ્તાન ચૌહાણ પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એએસઆઇ આર.બી. જાડેજા, વિજયગીરી, મોહસીનખાન, અમીનભાઇ, ધર્મરાજસિંહ, મનીષભાઇ, હર્ષરાજસિંહ તથા હરસુખભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ. મોહસીનભાઇ, વિજયગીરી અને અમીનભાઇને મળેલી બાતમીના આધારે રસુલપરા મેઇન રોડ પરથી બે ચોરાઉ બાઇક સાથે સુલ્તાન મહેબુબભાઇ ચૌહાણ (ઉવ.૨૭)(રહે. બરકતીનગર રસુલપરા ગોંડલ રોડ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:47 pm IST)