Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલરૂમ રહેશે

દિવાળી સંદર્ભે રાજકોટ કલેકટરનું ડીઝાસ્ટર તંત્ર સાબદું: આજે કોર્પોરેશન સાથે મીટીંગ

ફાયરબ્રિગેડમાં રજાઓ રદ્દ કરાશેઃ તમામ નગરપાલીકાઓને પણ સુચના...

રાજકોટ તા. ર૭: આગામી દિપાવલી તહેવાર સંદર્ભે રાજકોટ કલેકટર તંત્રનું ડીઝાસ્ટર તંત્ર સાબદું બની ગયું છે, આ સંદર્ભે ડીઝાસ્ટર મેનેજમેન્ટના અધીકારી શ્રી પ્રિયંકસિંઘે કલેકટરશ્રી સાથે મીટીંગ યોજી વિગતવાર-મુદ્દાઓસર ચર્ચા કરી હતી, અને આજે તેઓ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફીસર શ્રી ઇલેશખેર સાથે મંત્રણા કરનાર છે. જેમાં વિગતવાર શહેરના ખાસ એવા ગીચ વિસ્તારો ઉપરાંત સાધન સામગ્રી અંગે ચર્ચા થશે.

સુત્રોએ જણાવ્યું હતું કે મોટે ભાગે દિવાળી ઉપર રાઉન્ડ ધ કલોક સ્ટાફ હાજર રહેશે, ફાયર બ્રિગેડ જવાનોની રજા રદ્દ થશે, ડીઝાસ્ટરમાં કન્ટ્રોલરૂમ ચાલુ છે, અને જીલ્લાના તમામ નગરપાલિકાઓના ચીફ ઓફીસરોને પણ દિપાવલી તહેવાર સંદર્ભે તમામ પ્રકારના પગલા ભરવા આદેશો કરાયા છે.

(3:31 pm IST)