Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ભગવતીપરામાં ૧૬ વર્ષની પારૂએ હાથમાં બ્લેડથી ચેકા માર્યા બાદ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું

નળ આવ્યા છતાં બહાર ન આવતાં પડોશીએ તપાસ કરતાં ખબર પડતાં કામે ગયેલા માતા-પિતાને જાણ કરાઇઃ દેવીપૂજક પરિવારમાં કલ્પાંતઃ આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૨૭: ભગવતીપરામાં આશાબા પીરની દરગાહ પાસે રહેતી પારૂ ગોવિંદભાઇ વિકાણી (ઉ.વ.૧૭) નામની દેવીપૂજક સગીરાએ ઘરમાં લોખંડની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પારૂના માતા-પિતા કામે ગયા હોઇ તે ઘરમાં એકલી હતી. સાંજે નળ આવ્યા ત્યારે તે પાણી ભરવા માટે બહાર ન આવતાં પડોશીએ દરવાજો ખખડાવ્યો હતો. પણ દરવાજો નહિ ખોલાતાં બારીમાંથી તપાસ કરતાં તે લટકતી જોવા મળતાં સોૈ હેબતાઇ ગયા હતાં અને કામે ગયેલા તેણીના માતા-પિતાને જાણ કરી હતી. તેમજ ૧૦૮ બોલાવી હતી. દરવાજો તોડીને તપાસ કરી ઇએમટી સંજયભાઇ મકવાણાએ તેણીને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

બી-ડિવીઝન પોલીસને કન્ટ્રોલ ઇન્ચાર્જ આર. બી. મકવાણા મારફત જાણ થતાં હેડકોનસ. એચ. જે. જોગડા અને હિતેષભાઇ કોઠીવારે જરૂરી કાર્યવાહી કરી હતી. પારૂએ પહેલા હાથમા બ્લેડથી ચેકા માર્યા હતાં અને પછી ગળાફાંસો ખાધો હતો. આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ નહિ હોવાનું તેના પરિવારજનોએ પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું. વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી છે.

(11:53 am IST)