Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પૂ. ધીર ગુરૂદેવને વિલેપારલા સંઘ દ્વારા આગામી ચાતુર્માસની વિનંતિઃ પૂર્વ સરપંચોનું સન્‍માન

રાજકોટ તા. ર૬ :.. શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પૂ. શ્રી ધીર ગુરૂદેવની નિશ્રામાં કુ. ભાવના ધંધુકીયા અને મગનભાઇ વાણંદના ૯ ઉપવાસ પૂર્ણ થયેલ છે. પાર્થ પ્રફુલભાઇ માળીયાને ૮મો ઉપવાસ છે.

આગામી ચાતુર્માસ કલ્‍પ માટે વિલેપારલા સંઘના સંઘ સેવક સર્વ યોગોન લાઠીયા, ઉમેશ સંઘવી, જગદીશ ઝોંસા, ગિરીશ દેસાઇ, ચંદુભાઇ દોશી, હર્ષદ ગાઠાણી, નરેન્‍દ્ર સંઘવી,  માલિનીબેન સંઘવી, લીલાબા ગાઠાણી, તારાબેન અવલાણી, તેમજ સેવાભાવી વસંત ગલીયા વગેરેએ વિનંતી રજૂ કરેલ. તપસ્‍વીઓનું બહુમાન કિશોરભાઇ સંઘવી પરિવારે કરેલ. પારલાના સંઘ પ્રમુખ  શકુંતલાબેન મહેતાએ ચાતુર્માસ વિનંતીમાં સૂર પુરાવ્‍યો હતો.

શ્રાવક આવશ્‍યક સૂત્રની લોકાર્પણ વિવિધ યોજાયેલ સુરત - વેસુ સંઘ, ધંધુકા, સરિતા વિહાર-રાજકોટ, ગોંડલ સંઘાણી સંઘ, મોટીમારડ વગેરે સંઘોએ શાસન પ્રગતિ પર્યુષણ ઉજવણી અંકશની અર્પણ વિધિ કરેલ.

કલકતાના શાંતિભાઇ બાટવીયા, ઉપલેટાના અમિતભાઇ શેઠએ હાજરી આપેલ. પૂ. ગુરૂદેવ ધર્મસભાને સંબોધતા જણાવેલ કે, એકટીવ યૌર હાર્ટ - સારા કાર્ય કરવા સંવેદના જગાડો. જે કરવું હોય તે તરત જ કરો. અને બેલેન્‍સ યૌર માઇન્‍ડ - ગમે તે બોલે, ગમે તેવું  બોલે. મન પ્રસન્ન રાખો. કહયું છે કે હર દુઃખ ગલત નહીં હૈ, હર સુખ અચ્‍છા નહીં હૈ.

સુરતના ભરત ગાંધી, ધંધુકાના પ્રમોદ ટીંમાણીયા, ગોંડલના અશોક કોઠારી, સરિતા વિહારના હર્ષા મોદી વગેરેએ તપસ્‍વીઓને શુભેચ્‍છા પાઠવી હતી.

જશાપરના પૂર્વ સરપંચ આલા વરવા સાંજવા, કારૂ દુદા કનારા, સાજણ ખીમ કરમુર અને આજીબેન મયુર ગાગલીયાનું સન્‍માન કરવામાં આવેલ. ચાતુર્માસ ઘોષણા તા. ૧૬-૧૦ ના રવિવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે યોજાયેલ છે.

(4:56 pm IST)