Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સાડા ચાર લાખનો ચેક પરત ફરતાં ખેરડીના શખ્‍સ સામે ફરીયાદ

રાજકોટ, તા. ર૭ : અત્રે રૂા. ૪.પ લાખનો ચેક રીટર્ન થતા ખેરડીના રહેવાસી સામે ફરીયાદ થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કૃષ્‍ણનગર મેઇન રોડ ઉપર આવેલા હરિદ્વાર સોસાયટીમાં રહેતા મુનેશભાઇ કેશવભાઇ ઢોલરીયાએ ઓગસ્‍ટ-ર૦ર૦ તેમના મીત્ર અને ઓળખીતા રોહિતભાઇ ભગવાનજીભાઇ રામાણી રહે. ગામ-ખેરડી, તા. જી. રાજકોટ વાળાને ઉછીના પેટે રોકડા રૂા. ૪,પ૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર મદદ માટે આપેલા હતા જે રકમ મુનેશભાઇ ઢોરીયાએ પરત માંગતા રોમિહતભાઇ રામાણીએ તેમના ખાતા વાળી શ્રી રાજકોટ ડિસ્‍ટ્રીકટકો-ઓપરેટીવ બેંક લી. સહકારનગર બ્રાંચ રાજકોટનો એક આપેલ હતો જે ચેક ફરીયાદીએ તેમના ખાતા વાળી ધી કો.ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. પંચનાથ રોડ બ્રાંચ રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું એક ફન્‍ડ્રસ ઇન્‍સફીસીયન્‍ટના શેરા સાથે બિન ચુકતે પરત ફરેલ હતો.

આથી ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતાં આ કામના આરોપીએ કોઇ રકમ ચુકવેલી નહી તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રાજકોટની સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં કેસ દાખલ કરતા રોહિત ભગવાનજીભાઇ રામાણીને સમન્‍સ ઇસ્‍યુ કરી હાજર થવા હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ શ્રી અતુલ સી. ફળદુ તથા શ્રી અજય કે. જાધવ રોકાયેલ છે.

(4:27 pm IST)