Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસ

રાજકોટ તા. ર૭: કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા છેલ્લા ૬પ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. શાષાોકત વિધિ સાથે ગરબી ચોક ખાતે માતાજીનું સ્‍થાપન કરી નાની-મોટી બાળાઓના પ્રાચીન રાસો રજુ કરવામાં આવે છે. ગરબી મંડળમાં બાળકોના રાસો રજુ કરશે. જેમાં દાંડીયારાસ, ચોકડીરાસ, મંજીરારાસ, કોપણી રાસ, કરતાલ રાસ, બાદશાહ રાસ, શાષાીય નૃત્‍ય, ડબલ ઉલારીયઇો, શિવલહેરી રાસ, હુંડો, છંદ, ટીપ્‍પણીરાસ, મીકસ દાંડીયારાસ, મોર બની થનગનાટ રાસ, મોગલમાંનો રાસ સહિતના અવનવા રાસો ગરબી મંડળમાં૦ રજુ કરવામાં આવશે. તેમ મંડળની યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)