Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

હિન્‍દુ- મુસ્‍લિમ સમાજની એકતા સમી જીવનનગરની પ્રાચીન ગરબીનો પ્રારંભ

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્‍સવ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૪૨ મા વર્ષે નવરાત્રિ મહોત્‍સવ બહેનોના હસ્‍તે ખુલ્લું મુકી રાસ- ગરબાનો પ્રારંભ કરાવ્‍યો હતો. હિન્‍દુ- મુસ્‍લિમ સમાજની બાળાઓ આ ગરબીમાં રમી રહી છે.

મહોત્‍સવનો પ્રારંભ મહિલા મંડળના સુનિતાબેન વ્‍યાસ, અલ્‍કાબેન પંડયા, નેહાબેન મહેતા, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા વકીલે રીબીન કાપી મહોત્‍સવને ખુલ્લું મુકયું હતું.

ઓકટોબરના પ્રારંભે ગરબી મહોત્‍સવમાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાણી, મહામંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપના ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, પૂર્વ નગરસેવકો અશ્વિનભાઈ ભોરણીયા, નીતાબેન વઘાસીયા, નગરસેવકો જયોત્‍સનાબેન ટીલાળા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, વોર્ડના પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્‍ના, હરેશભાઈ કાનાણી હાજરી આપી બાળાઓને લ્‍હાણી વિતરણ કરશે.

સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, કેતનભાઈ મકવાણા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્‍યાય, નવીનભાઈ પુરોહિત, પંકજભાઈ મહેતા જહેમત ઉઠાવે છે. આગામી બેડા, દિવડા, ખંજરી, ટીપ્‍પણી બેનમુન રાસ- ગરબા નિહાળવા કલારસિકોને અનુરોધ કરવામાં આવે છે.

(3:48 pm IST)