Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અકિલા રઘુવંશી બીટસ સંગ જામ્‍યો કાઠીયાવાડી રંગ...

પહેલા નોરતે સાધુ વાસવાણી રોડ ખાતે રઘુવંશી ખેલૈયાઓ મન મુકીને ઝુમ્‍યા : દરરોજ અવનવી થીમ સાથે સેલ્‍ફી ઝોનમાં ફોટા પડાવવા ખેલૈયાઓ માટે વ્‍યવસ્‍થાઃ સ્‍થળ ઉપર ડેઈલી પાસ વિતરણ

રાજકોટઃ પ્રથમ નોરતે અત્‍યંત રસાકસીભરી તંદુરસ્‍ત હરીફાઈ બાદ ગ્રુપ- એ માં પ્રિન્‍સ તરીકે નમન પુજારા, રૂદ્ર કકકડ, જશ વસાણી તથા પ્રિન્‍સેસ તરીકે ધ્રુવી પાબારી, ગીર બુધ્‍ધદેવ, ખુશાલી માણેક વિજેતા બન્‍યા હતાં તથા વેલડ્રેસ તરીકે પ્રિન્‍સ નિખીલ કોટક તથા પ્રિન્‍સેસમાં રીતીકા બલદેવ તથા ગ્રુપ-બી માં પ્રિન્‍સ તરીકે ગૌરાંગ અઢીયા, સાહીલ બલદેવ, જયમીન નથવાણી તથા પ્રિન્‍સેસ તરીકે દીપ્‍તી વસાણી, કરીશ્‍મા ગણાત્રા તથા જાન્‍વી ઉનડકટ વિજેતા બન્‍યા છે તથા વેલડ્રેસમાં નિશીત, કોમલ ચંદારાણા તથા સી- ગ્રુપમાં પ્રિન્‍સ તરીકે હિતેશભાઈ અઢીયા તથા પ્રિન્‍સેસ તરીકે નિમીષાબેન પુજારા તથા વેલડ્રેસમાં ચંદ્રેશ પંડીત, ભકિતબેન કતીરા વિજેતા બન્‍યા હતાં.

પ્રથમ નોરતે ‘અકિલા- રઘુંવશી બીટસ'માં દાંડીયા રાસમાં હજારો ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્‍યા હતા. સાધુ વાસવાણી રોડ પર ‘અકિલા- રઘુવંશી બીટ્‍સ' સંગ જામ્‍યો કાઠીયાવાડી રંગ, દરરોજ અવનવી થીમ સાથે સેલ્‍ફી ઝોનમાં ફોટા પડાવવા ખેલૈયાઓ માટે સુંદર વ્‍યવસ્‍થા કરાઈ છે. નવરાત્રી મહોત્‍સવ દરમ્‍યાન અને જાણીતા ટીવી- ફિલ્‍મ દુનીયાના કલાકાર ઉપસ્‍થિત રહેશે.

જે.બી.એલ.ની ૧ લાખની સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સના સથવારે રઘુવંશી ખેલૈયા ઝુમી રહ્યાં છે. માલવભાઈ વસાણીના નેતૃત્‍વમાં ખ્‍યાતનામ ઓરકેસ્‍ટ્રા મહેશ ગોસ્‍વામી ઓશો  બીટસ ઝુમવા મજબુર કરે છે. સીંગર ટીમ જીગ્નેશ સોની, અભિષેક ગઢવી, ભૂમિ મહેતા એન્‍કર તરીકે હર્ષલ માંકડ (હેયાન) તથા સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ ઓરકેસ્‍ટ્રા ટીમના ભરત પંડયાએ પોતાની આગવી શૈલીમાં ખેલૈયાઓને ગરબે ઘુમવા મજબુર કરે છે તથા ભવાની સીકયુરીટી અભીમન્‍યુસિંહ ગ્રાઉન્‍ડ પર સીકયુટીરી પુરી પાડી રહ્યાં છે.

‘માડી તારો ગરબો ઘુમતો જાય...', ‘માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે...', ‘મન મોર બની થનગાટ કરે...', ‘રઘુકૂળ યુવા ગ્રુપ એ દીઠેલા, હરીઓમ વિઠ્ઠલ...'ના અર્વાચીન ગરબાઓની રમઝટ જામી હતી. વિશાળ ગ્રાઉન્‍ડમાં હજારો ખેલૈયાઓ રમી શકે તેવી વ્‍યવસ્‍થા કરાઈ છે. સજજડ પાર્કીંગ વ્‍યવસ્‍થા કરાઈ છે. રઘુકુળ યુવા ગ્રુપના કાર્યકરો દેખરેખ રાખી  રહ્યાં છે.

મીડિયા સેલના ધર્મેન્‍દ્રભાઈ કારીયા દ્વારા ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૨' માં ઈન્‍ટરનેટના માધ્‍યમ દ્વારા દુનીયાભરમાં પ્રસારણ થઈ રહ્યું છે. સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી નવરાત્રી મહોત્‍સવમાં આયોજન અંગેની વિગતો તથા ફેસબુક લાઈવ ટેલીકાસ્‍ટ યુ- ટયુબ પર અપલોડ થઈ રહ્યું છે.

ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ ગણાત્રા, એચ.એચ.ગણાત્રા (ડેપ્‍યુટી એન્‍જી. પી.જી.વી.સી.એલ., મેટોડા), યશભાઈ રાઠોડ (વિકાસ સ્‍ટવ), દક્ષાબેન વસાણી (કોર્પોરેટર વોર્ડનં.૯), શીલ્‍પાબેન જાવીયા (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નં.૯), કોમલબેન રૂપારેલીયા, ઉર્મીલાબેન તન્‍ના, દિશાબેન દાવડા, કવિતાબેન પાંઉ સહિતના મહેમાનો ઉપસ્‍થિત રહયાં હતા.

આયોજક ટીમના મિતેશભાઈ રૂપારેલીયા, રાજેશભાઈ જટણીયા, હિરેનભાઈ તન્‍ના, પારસભાઈ ઉનડકટ, સાગરભાઈ તન્‍ના, જયદેવભાઈ રૂપારેલીયા, નૈનેશભાઈ દાવડા, અમીતભાઈ પાબારી, રજનીભાઈ રાયચુરા, નિરવભાઈ પાંઉ, દિપકભાઈ કારીયા, રઘુરાજ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ સહિતના આગેવાનોએ રાસોત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો હતો.

નવરાત્રી દરમ્‍યાન રઘુકુળ યુવા ગ્રુપના  કાર્યકર્તાઓની ટીમ  સતત ખડેપગે સેવા આપી રહી છે. પ્રિન્‍સ- પ્રિન્‍સેસને લાખેણા ઈનામોથી નવાજવામાં આવ્‍યા. નવરાત્રી મહોત્‍સવ દરમ્‍યાન અને જાણીતા ટીવી- ફીલ્‍મ દુનીયાના કલાકાર ઉપસ્‍થિત રહેશે. સ્‍થળ પરથી ડેઈલી પાસની સુંદર વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

રઘુકુળ યુવા ગ્રુપની યુવા ટીમના રજનીભાઈ રાયચુરા, રવી કકકડ, પરીમલ કોટેચા, સાગરભાઈ કકકડ, માલવભાઈ વસાણી, રમણીકભાઈ દાવડા, નિશાદભાઈ સુચક, કિશનભાઈ પોપટ, નિરવભાઈ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), વિરૂભાઈ, પારસ કુંડલીયા, અલ્‍પેશ કોટક, ધર્મેન્‍દ્ર કારીયા, વાસુદેવ સોમૈયા (અંબીકા ફરસાણ), દર્શન રાજા, પાર્થ સચદે, નીરવ કકકડ, ધવલ પોપટ, કિશન પોપટ, રવીભાઈ કકકડ, નિરવ કકકડ, હિમાંશુ વસંત, હાર્દિક રૂપારેલીયા, કલ્‍પીત ખંધેડીયા, દેવેન્‍દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, તુષાર રૂપારેલીયા, આકાશ લાખાણી, શુભમ કતીરા, વિજડ કકકડ, સિધ્‍ધાર્થ રૂપારેલીયા, ભાવેશ કાનાબાર, પ્રશાંત પુજારા,  સાગર ઠકરાર, નીખીલ સામાણી, પ્રીયાંત, હિરેન અનડકટ, જેકી કકકડ, મિતે અનડકટ, ભદ્રેશ વડેરા, મિહીર ધનેશા, સાર્થક ગણાત્રા તેમજ મહિલા ટીમના રચનાબેન રૂપારેલ, બિંદીયાબેન અમલાણી, કોમલબેન રૂપારેલીયા, વૈશાલી રૂપારેલીયા, ચેતનાબેન રાયચુરા, અંજલી વસાણી, આરતી કોટેચા, ડો.સ્‍વાતી દાવડા, ખુશ્‍બુ, દાવડા, રોનકબેન પારેખ સહિતનાં કાર્યકરોની ટીમ સમગ્ર આયોજનને ક્ષતિશુન્‍ય બનાવવા પરિશ્રમની પરાકાષ્‍ઠા સર્જી રહયાં છે.

સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે કાર્યાલય, જાનકી પ્રોપર્ટીઝ, જગન્‍નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૭૨૭૫ ૪૩૧૭૬) સંપર્ક કરવા યાદીમાં જણાવ્‍યું છે.

(3:47 pm IST)