Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પોરબંદરઃ વ્યાજબી ભાવના દુકાનદારોના અણઉકેલ પ્રશ્નો ઉકેલાશે નહીં તો અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૭ : વ્યાજબી ભાવના દુકાનદારોના અણઉકેલ પ્રશ્નો ઉકેલાશે નહીં તો દુકાનોમાંથી અનાજ વિતરણ બંધ કરી દેવાની ચીમકી અપાઇ છે.  ફેર પ્રાઇઝ શોપ એસોસીએશન અને કેરોસીન હોલ્ડર શોપ એસોસીએશન દ્વારા સ્થાનિક પુરવઠા કચેરીના અધિકારી હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલીને વ્યાજબી ભાવની દુકાનદારોના પડતર પ્રશ્નો ઉકેલવા માગણી કરીને પ્રશ્નો નહીઉકેલાય તો દુકાનોમાં અનાજ વિતરણ બંધ કરાશે તેમ જણાવેલ છે. મુખ્યમંત્રીને પાઠવેલા આ આવેદનપત્રમાં સરકારને સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્નો ઉકેલવા હકારત્મક અભિગમ અપનાવવા માગણી કરી છ.ે સસ્તા અનાજની દુકાનના દુકાનદારોની માગણી નહી સ્વીકારવામાં આવે તો  ગાંધી જયંતીથી સસ્તા અનાજની દુકાનોથી અનાજ વિતરણ બંધ કરવા સહિત આંદોલન કરવા ચીમકી આપી છે

(1:51 pm IST)