Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

લલિતાલય હોસ્‍પિટલ : ડાયાબિટીસ અંગે આશીર્વાદરૂપ સેવા

રોટરી કલબ દ્વારા એરપોર્ટ રોડ પર ગુજરાતની પ્રથમ ડાયાબિટીસ હોસ્‍પિટલનું નિર્માણ : પાંચ માળની અત્‍યાધુનિક હોસ્‍પિટલમાં તદન વ્‍યાજબી ભાવે ડાયાબિટીસ તથા આંખ, દાંત, હૃદય, કિડનીની સારવાર થાય છે : ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા લલિતાલય હોસ્‍પિટલની

લલિતાલય હોસ્‍પિટલની મુલાકાતે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા નજરે પડે છે. આ પ્રસંગે ધરતીબેન રાઠોડ, બાનુબેન ધકાણ તથા અગ્રણી તબીબોની ટીમ નજરે પડે છે.

રાજકોટ તા. ૨૪ : રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉન ૨૭ વર્ષથી વિવિધ સેવા - સમાજ કલ્‍યાણના કાર્યોમાં કાર્યરત છે. કલબ દ્વારા એરપોર્ટ રોડ પર આવેલી ગીત ગુર્જરી સોસાયટી-૬, પેટ્રીયા સ્‍યુટસ હોટેલની સામેના રોડ ખાતે ૧૮,૦૦૦ સ્‍કે.ફૂટમાં ગુજરાતની સર્વ પ્રથમ એક અતિ આધુનિક ડાયાબિટીસને સમર્પિત રોટરી ‘લલિતાલય' હોસ્‍પિટલનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. રોટરી કલબ રાજકોટ મીડટાઉનના આગ્રહભર્યા નિમંત્રણને માન આપી અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ડાયાબિટીસ હોસ્‍પિટલની તાજેતરમાં મુલાકાત લીધી હતી.

સમાજ પરથી ડાયાબિટીસનું ભારત ઓછું કરવા અને ડાયાબિટીસને લીધે થતી કોઇ પણ તકલીફના સચોટ નિદાન તથા સારવાર એક જ જગ્‍યાએ મળી રહે તે હેતુથી આધુનિક ડાયાબિટીસને સમર્પિત આ હોસ્‍પિટલમાં બધી જ અદ્યતન સુવિધા ઉપલબ્‍ધ છે. તદ્દન વ્‍યાજબી ભાવે ડાયાબિટીસની સારવાર આપવામાં આવે છે. તેની સાથે આંખ, દાંત, હાર્ટ, કિડનીની પણ સારવાર અપાય છે.

દીપ પ્રાગટય સાથે કિરીટભાઇનું રાજકોટ મીડટાઉન દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ હતું, ત્‍યારબાદ ૫ માળની આ હોસ્‍પિટલની દરેક બાબતનું કિરીટભાઇએ નિરીક્ષણ કરેલ અને પ્રભાવિત થઇ એવું સૂચન આપ્‍યું કે રાજકોટની જનતાને વધુને વધુ આ સારવારનો લાભ મળે તે જરૂરી છે. આટલી વિશાળ પ્રમાણમાં સગવડતા મળે છે ત્‍યારે અત્‍યારના સમયમાં આ સારવાર ખૂબ જરૂરી છે તેમ સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

રોટરી કલબ રાજકોટ મીડટાઉન તરફથી મોટી સંખ્‍યામાં ભાઇઓ અને બહેનોએ હાજર રહી કિરીટભાઇનું ઉમળકા સાથે સ્‍વાગત સન્‍માન કરેલ. તેમાં રોટરી પ્રેસિડેન્‍ટ ધરતીબેન રાઠોડ, પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ ડો. બાનુબેન ધકાણ, ડો. સુનાબેન મોદી, મધુભાઇ પરમાર, નિલેશભાઇ ચાંગાણી, દિવ્‍યેશભાઇ અઘેરા, સંદીપભાઇ બાવીશી, ડો. જગદીશભાઇ ધકાણ, અશ્વિનભાઇ કામદાર, અનિલભાઇ જસાણી, રૂપલબેન ભમ્‍મર, રૂપાલિબેન દેસાઇ, સોનલબેન રાજપરા, ટિંકલબેન મેહતા, ચૈતાલીબેન બાવીશી હાજર રહેલ હતા.

ડાયાબિટીસના નિષ્‍ણાંત ડોકટરની ટીમ, કાર્ડિયોલોજીસ્‍ટ, ઓપ્‍થેલમોલોજીસ્‍ટ, રેટિના સ્‍પેશિયાલિસ્‍ટ, ડાયાબિટીક ફૂટ (પગ) કિલનિક, રેડિયોલોજી વિભાગ, ડાયેટિશિયન વગેરેની સુવિધા અહીં ઉપલબ્‍ધ છે.

અહીંના ડેન્‍ટલ કિલનિકમાં નજીવા દરે તમામ અદ્યતન સારવાર તથા નિદાન થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રોટરી લલિતાલય હોસ્‍પિટલ દ્વારા કાર્યરત અદ્યતન પેથોલોજી લેબોરેટરીમાં લોહી તથા પેશાબના બધા જ પ્રકારના રિપોર્ટ અત્‍યંત રાહત ભાવ પર કરી આપવામાં આવે છે તેમજ હોમ કલેકશનની સુવિધા પણ ઉપલબ્‍ધ છે.

ડાયાબિટીસ મોનિટરીંગ અને સારવારના અતિ આધુનિક ઉપકરણો તેમજ ડાયાબિટીસની શરીર પર થતી અસરોની આધુનિક તપાસ માટે DRP / EMG / NCV / BCA Machine જેવા ઘણા કિંમતી મશીનો સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વખત રોટરી ‘લલિતાલય' હોસ્‍પિટલમાં કાર્યરત છે અને તે પણ અત્‍યંત નજીવા દરે.

ડાયાબિટીસ તથા અન્‍ય રોગમાં પુરૂષોમાં જાતિય રોગ તથા ઇન્‍દ્રિયની શિથિલતા (ઇરેકટાઇલ ડીસ્‍ફંકશન) થતી હોય છે. ઘણી વખત દર્દી આ તકલીફ વિશે શરમને કારણે ડોકટરને વાત કરી શકતા નથી. આ રોગ માટેની સારવારનું એક અદ્યતન સાધન ‘ઇડી-૧૦૦૦' સૌરાષ્‍ટ્રમાં સૌ પ્રથમ રોટરી લલીતાલય હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ છે. જે કોઇ દર્દીને આ સારવારનો લાભ લેવો હોય તે રોટરી હોસ્‍પિટલમાં ડોકટરનો સંપર્ક કરી શકે છે.

ડાયાબિટીસ દર્દીઓ માટે ૩ વાર્ષિક પેકેજ પણ ઉપલબ્‍ધ છે. પરવડે તેવી રકમમાં અહીં બધી જ સારવાર આખું વર્ષ મળતી રહે તેવી સુવિધા પણ ઉપલબ્‍ધ છે.

 

હોસ્‍પિટલની ઝલક

  •   ૧૮૦૦૦ સ્‍કવેર ફૂટમાં અત્‍યાધુનિક હોસ્‍પિટલનું નિર્માણ
  •   ડાયાબિટીસને લગતી તમામ સારવાર અત્‍યંત રાહત દરે
  •   પાંચ માળની હોસ્‍પિટલના વિવિધ વિભાગોમાં નિષ્‍ણાંત તબીબોની સેવા
  •   લેબ. રિપોર્ટ માટે હોમ કલેકશન સેવા રાહત દરે
  •   નિદાન માટે DRP / EMG / BCA જેવા મશીન્‍સ સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વખત કાર્યરત
  •   સંપર્ક : મો. ૯૪૦૯૩ ૩૦૦૩૪/૫, (૦૨૮૧) ૨૪૪૪૦૨૪/૨૫

 

લલિતાલય હોસ્પિટલ

ગીત ગુર્જરી સોસાયટી-૫, પેટ્રીયા સુઇટ હોટેલના સામેના રોડ પર, એરપોર્ટ રોડ પાસે, રાજકોટ.

મો. ૯૪૦૯૩ ૩૦૦૩૪/૫ અને

    ૦૨૮૧ - ૨૪૪૪૦૨૪/૨૫

ઇ-મેઇલ : rcrmdpmc@gmail.com

(3:31 pm IST)