Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જિલ્લા પંચાયતે ૩૨ હજાર ફોર્મની ફી પરત આપવા પાત્ર : આજે લેવા આવ્યા માત્ર ૧૫

સોના કરતા ઘડામણ મોંઘુ

રાજકોટ,તા. ૨૭: જિલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં તલાટી અને જુનિયર કલાર્કની ભરતી માટે જાહેર આપવામાં આવેલ તે પરીક્ષા સરકારે રદ કરતા જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા દીઠ રૂ. ૧૦૦ પરત આપવા પાત્ર થાય છે. તે પરત આપવા માટે આજે પંચાયત કચેરીમાં રોકડ સ્વરૂપે ફી પાછી આપવાની વ્યવસ્થા ગોઠવાયેલ છે. વરસાદી વાતાવરણ અને અન્ય કારણસર બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીમાં પ્રથમ બે કલાકમાં માત્ર ૧૫ ઉમેદવારો જ ફી પાછી લેવા આવ્યા છે.

જિલ્લા પંચાયતમાં બન્ને કેડર માટે જે તે વખતે ૯૦ હજાર ફોર્મ ભરાયેલ જેમાંથી ૩૧ હજાર જેટલા ફોર્મમાં ફી પરત આપવા પાત્ર થાય છે. જેના ઉમેદવારોની સંખ્યા ૨૧ હજાર જેટલી થાય છે. અમૂક ઉમેદવારોએ બન્ને કેડરમાં ઉમેદવારી કરી હતી. પંચાયત કચેરીમાં તબકકાવાર ઉમેદવારોને ફી પરત લેવા બોલાવાયા છે. પાંચ ટેબલ ઉપર ૧૫ કર્મચારીઓને ફરજમાં મુકાયા છે. અરજીના ક્રમાંક મુજબ જુદા જુદા દિવસે બોલાવાયા છે. કુલ ૩૨ હજાર ફોર્મની ૩૨ લાખ જેટલી ફી પરત આપવા પાત્ર થાય છે. જેમાં પ્રથમ દિવસે આજે બપોર સુધીમાં માત્ર ૧૫ ઉમેદવારો ફી પાછી લેવા આવ્યા છે. જેના માટે વરસાદી વાતાવરણ અને અન્ય કારણો જવાબદાર ગણાય છે. 

(3:45 pm IST)