Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રાજકોટમાં રઘુવંશી સમાધાન પંચનો પ્રારંભ

યુવક-યુવતી તેમજ તેમના પરિવારને નિઃશુલ્ક માર્ગદર્શન અપાશે

રાજકોટ ઃ પૂ.શ્રી રણછોડદાસજી બાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતીઓમાં વધુ એક ''રઘુવંશી સમાધાન પંચ''નો પ્રારંભ કરવામાં આવેલ છે.

સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે   હાલના યુગમાં યુવક-યુવતિઓ સ્વભાવે ખુબજ સ્વતંત્ર થઇ ગયા છે. અને પાત્રની પસંદગી પણ પોતાની ઇચ્છા મુજબ જ થવી જોઇએ તેવો હઠાગ્રહ તો ખરો જ. તદ્ ઉપરાંત સાંસારિક જીવન પણ પોતાની રીતે જીવવાનો હઠાગ્રહ... જેના કારણે નવ વિવાહિત યુગલોમાં છુટા છેડાનું પ્રમાણ પણ વધતુ જાય છે. અથવા રસહિન જીવન જીવવા માટે મજબુર થતા હોય છે. તેમાં પણ પિયર દ્વારા રીમોટથી દીકરીઓનો સંસાર ચલાવવાની એક કુટેવ અત્યારે સમાજમાં ચાલે છે. જેના કારણે ઘણા સંસારમાં બ્રેક લાગતી હોય છે.

આવા અનેક કારણોના લીધે દાંપત્ય જીવનમાં ખટરાગ ઉદ્ભવે છે. જે એકદમ ક્ષુલ્લક કારણોને લઇ છુટા છેડામાં પરીણમે છે. આ તમામ બાબતોને લઇને ટ્રસ્ટ દ્વારા'' રઘુવંશી સમાધાન પંચ'' માં  યુવક-યુવતિને યોગ્ય માર્ગદર્શન તેમજ કાઉન્સીલીંગ કરવામાં આવશે.

''રઘુવંશી સમાધાન પંચ'' તેમજ રઘુવંશી નિઃશુલ્ક મેરેજ બ્યુરો માટે ટ્રસ્ટના ચેરમેન શ્રી અજયભાઇ સંઘાણી (મો.૯૬૦૧૨ ૭૫૭૭૩), શ્રી પરેશભાઇ તન્ના (મો. ૯૮૨૪૦ ૧૦૭૮૮),શ્રી સંજયભાઇ કકકડ (મો. ૯૮૨૪૦૪૩૭૯૯), શ્રી મીતલભાઇ ખેતાણી(મો.૯૮૨૪૨૨૧૯૯૯),શ્રી પ્રફુલભાઇ ચંદારાણા (મો.૯૪૨૬૯ ૦૬૭૩૨), શ્રી રમેશચંદ્ર પાંઉ (૯૯૨૫૨ ૨૦૨૫૨), શ્રી જયેન્દ્રભાઇ  બદીયાણી (મો. ૯૪૨૭૫ ૬૧૪૩૩), શ્રી હિતેષભાઇ પોપટ (મો.૯૩૭૫૭૩૨૦૩૨),શ્રી નકુભાઇ સુબા(મો.૯૪૨૭૭૨૮૪૨૧),શ્રી નવનીતભાઇ રાજાણી(મો. ૯૪૨૮૭ ૦૧૯૨૭), શ્રી સુનિલભાઇ શિંગાળા (મો.૯૪૦૮૭૯૩૪૪૪), શ્રી ભરતભાઇ દ્રોણ (મો.૯૪૨૭૨ ૭૪૭૧૨) સેવા આપી રહ્યા છે.

કાર્યાલયઃ પૂ. શ્રી રણછોડદાસજી બાપુ પબ્લીક ચેરી. ટ્રસ્ટ સંચાલીત નિઃશુલ્ક રઘુવંશી બ્યુરો તેમજ રઘુવંશી સમાધાન પંચ નિરવ કોમ્પલેક્ષ, બીજો માળ, બાલાજી ફરસાણની ઉપર દેવ પુષ્પ મેડીકલ સ્ટોરની સામે, હનુમાન મઢી ચોક, રાજકોટ(તસ્વીર ઃ સંદીપ બગથરીયા)

(4:51 pm IST)