Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બે કરોડની છેતરપીંડીના ગુનામાં આરોપીના જામીન મંજુર કરી રીમાન્ડ રદ કરવા હુકમ

સ્ટાર ગ્રુપના નામે ઇનામી ડ્રો-ના કાર્ડ બનાવીને

રાજકોટ, તા.૨૭ઃ અત્રે સ્ટાર ગૃપના નામે ઈનામી ડ્રો ના કાર્ડ છપાવી રૃપિયા બે કરોડની છેતરપીંડી કરી નાણા ઓળવી જવાના ગન્હામાં ધરપકડ ગેરકાયદેસર ઠેરવી આરોપીને જામીન મુકત કરાવનો કોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટમાં રહેતા કમલેશભાઈ માધુભાઈ ભટ્ટીએ તા.૨૦/૬/ર૦રર ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે આ કામના આરોપીઓ (૧) અસ્માબેન કાસમાણી (૨) રંજનબેન માવજીભાઈ રાઠોડ (૩) વિક્રમભાઈ રાઠોડ (૪) ભુપત રામજીભાઈ વાઢેર (૫) કેતન ઉફ ટીનો પ્રવિણભાઈ ભટ્ટી (૬) રજાકભાઈ કાસમાણી (૭) સાહીદભાઈ આમદભાઈ વિગેરેએ સ્ટાર ગૃપ ઈનામી ધમાકાના નામે ઈનામી ડના કાર્ડ છપાવી ટુંકા સમયમાં એકના ડબલની લાલચ આપી જુદા જુદા સમયે ભવ્ય ઈનામી ડ્રો યોજી સ્ટાર ગૃપના સભ્યો તથા તેના પરીવારના સભ્યોની ડીનર પાર્ટી યોજી રોકાણકારોને લાલચમાં નાંખી તેમના ગ્રાહકો પાસેથી ફુલ રૃા.૧,૯૫,૯૪,૮૦૦/- ની રકમ ઉઘરાણી ઉપરોકત રકમ તથા સોનાના દાગીના રોકાણકારો પાસેથી મેળવી રોકાણકારોએ નાણા પરત માંગતા તેઓને નાણા પરત ન આપી જુદા જુદા વાયદાઓ કરી પુર્વયોજીત કાવતરું રચી ફરીયાદી તથા અન્ય લોકોના નાણા ઓળવી જઈ ફરીયાદી તથા ગ્રાહકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ છે જે બાબતની ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલી હતી. જે બનાવ સંબંધે એ-ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જેથી પુવયોજીત કાવતરું રચી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અંગેનો ગુન્હો નોંધાયેલ હતો.

ઉપરોકત ગુન્હા સંબંધે એ-ડિવીઝન પોલીસ સ્ટેશન ધ્વારા આરોપી વિક્રમભાઈ રાઠોડ તથા ભુપત રામજીભાઈ વાઢેરની ધરપકડ કરવામાં આવેલી હતી. અને ત્યારબાદ તેઓને કોર્ટમાં ત્રણ દિવસના રીમાન્ડ સાથે રજુ કરવામાં આવેલ હતા. જેમાં

ઉપરોકત દલીલો તથા  ગુજરાત હાઈકોર્ટ સુપ્રિમકોર્ટના વિવિધ ચુકાદાઓ તથા સુઓમોટો એપ્લીકેશન તેમજ પ્રોડકશન અને રીમાન્ડના કાગળો વિગેરે ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપીની ધરપકડ ગેરકાયદેસર ઠેરવીને તેઓને રૃ.૧૫,૦૦૦/ના જામીન મુકત કરવામાં આવેલ હતા અને તપાસ કરનાર અધિકારી દ્વારા માંગવામાં આવેલ રીમાન્ડ પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગર પરમાર વિગેરે રોકાયા હતા.

(4:37 pm IST)