Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

હોલમાર્ક ઔદ્યોગિક એકમો માટે મનપા નિતી બનાવશે

શોપ વિભાગ દ્વારા થશે નોંધણી

રાજકોટ તા. ૨૭ : શહેરના હોલમાર્ક માર્કીંગ ઔદ્યોગિક એકમો માટે મનપા દ્વારા નવી નીતિ બનાવવામાં આવશે.

નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલ પ્રીન્‍સીપલ બેંચ ન્‍યુ દિલ્‍હી દ્વારા ૧૯ જાન્‍યુઆરી ૨૦૨૧ના ઇશ્‍યુ કરાયેલ હુકમ અનુસાર હોલમાર્કીંગ એકમોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી લેવાની રહે છે. સેન્‍ટ્રલ પોપ્‍યુલશન સેન્‍ટ્રલ બોર્ડની ગોલ્‍ડ એસાઇઝ અને હોલમાર્કીંગ સેન્‍ટરની ગાઇડલાઇનને અનુસરવાની રહે છે તથા સબંધીત એકમોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી પરવાનગી લેવાની રહે છે.

મહાનગરપાલિકાના સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા ધી જીપીએમસી એકટની કલમ ૩૧૩ હેઠળ ઇન્‍ડસ્‍ટ્રીયલ લાયસન્‍સની મંજુરી પણ આપવામાં આવે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુશન એનજીટીના ૧૯ જાન્‍યુઆરી ૨૦૨૧ના હુકમને ધ્‍યાને લેતા કોર્પોરેશનના હદ વિસ્‍તારમાં આ પ્રકારના એકમો માટે નીચે મુજબ નોંધણીની પ્રક્રિયા હાથ ધરવાનું નિયત કરવામાં આવેલ છે. જેમાં શોપ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ ૨૦૧૯ અન્‍વયે કલમ ૬ મુજબ ૧૦ થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્‍થાઓએ ઇન્‍ટીમેશન રીસીપ્‍ટ લેવાની હોય છે તથા કલમ ૫ અન્‍વયે ૧૦થી વધુ કર્મચારી ધરાવતી સંસ્‍થાઓએ રજીસ્‍ટ્રેશન સર્ટીફીકેટ લેવાનું રહેશે. નોંધણી કરાવનાર સંસ્‍થાઓએ પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ ફરજીયાત ભરવાનો રહેશે.

આ અંગે લાયસન્‍સ આપવાની કાર્યવાહી સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા કરવામાં આવશે. 

(4:31 pm IST)