Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રવિવારે રામનામ મંત્ર લેખન સ્‍પર્ધા

રામનામ લખેલ પુસ્‍તિકાઓ નવા મંદિરો બનતા હશે ત્‍યા પધરાવવામાં આવશેઃ બાળકોને પણ ભાગ લેવા અનુરોધઃ ઇનામો અપાશે

રાજકોટ : રામનામ મંત્ર લેખન સ્‍પર્ધા તા.૩૦ જુનથી શરૂ કરવામાં આવનાર છે. આ સ્‍પર્ધામાં એક કલાક બેસીને રામનામ મંત્ર લખવાના રહેશે. વધુમાં વધુ મંત્ર લખનારને જય માતાજી અબોલજીવ-માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા સરપ્રાઇઝ ભેટ આપવામાં આવશે.

સંસ્‍થાના આગેવાનોએ જણાવેલ કે લખાયેલી પુસ્‍તીકાઓ, હિન્‍દુઓના ભગવાનનાં નવા મંદિરો બનતા હશે, તેના પાયામાં પધરાવવામાં આવશે. જેની પ્રથમ શરૂઆત ગોંડલ ‘રામ -મંદિર'ના સંત શ્રી હરીચરણદાસ બાપુની યાદમાં નિર્માણ પામતા મંદિરે પધરાવવામાં આવશે.

દરમહિને મંત્ર લેખન સાધના લાંબો સમય નિયમીત કરવામાં આવે તો લખનારને અજપાજપની સિધ્‍ધિ મળે છે. મંત્ર લેખન સાધનાં સૌને ફળદાયી બને છે. નાનાબાળકો- વિદ્યાથી મિત્રો ખુબજ  એકાગ્રતાથી અભ્‍યાસ કરી શકે છે.

મંત્ર લખવાનું સ્‍થળ સવારે ૭ થી ૮ રેસકોર્સ પાર્ક સામે, રાજકૃતી એપાર્ટમેન્‍ટની અગાસી ઉપર તા.૩૦ જુન

આયોજનમાં (૧) દૌલતસિંહ ચૌહાણ (૨) ચંદુભાઇ ગોળવાળા (૩) મનહરલાલ બલદેવ (૪) મનસુખભાઇ પ્રજાપતી  (૫) પ્રિયવદનભાઇ ભટ્ટ (ધર્મયાત્રા સંધ ) જોડાયા છે. વધુ વિગતો માટે મો. ૬૩૫૧૪૧૬૬૫૨ (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:30 pm IST)