Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જમીનના હલણના હકક સ્થાપનનો દાવો રદ કરવા મોરબી કોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૭ઃ જમીનના હલણના હક્ક સ્થાપનના દાવામાં વાદીનો દાવો પ્રાથમીક તબકકે રદ કરવાનો હુકમ કર્યો છે.

મોરબી જીલ્લાના મોરબી તાલુકાના ગામ ટીંબડીના સર્વે નં. ૧૬ તથા ૧૭ ના માલીક કિરીટકુમાર લાલજીભાઇ પટેલ તથા વિનોદભાઇ લાલજીભાઇ વડસોડા (પટેલ) ના એ તેમની ખેતીની જમીન જીલ્લા પંચાયત મોરબીમાંથી બિનખેતી કરાવવા માટે અને તે બિનખેતીમાં તેમની બાજુમાં આવેલ સર્વે નં. ૧૬ ની જમીનમાંથી કાયમી હલણનો રસ્તો કુમાર સ્ટોન ક્રશર નામની ભાગીદારી પેઢીના ભાગીદારે સોગંદનામાથી આપેલ છે તેમ દર્શાવી તેમની જમીન બિનખેતી કરાવેલ અને ત્યારબાદ કિરીટકુમાર લાલજીભાઇ પટેલ તથા વિનોદભાઇ લાલજીભાઇ વડસોડા (પટેલ) એ મામલતદાર શ્રી મોરબી તાલુકા સમક્ષ મામ. કોર્ટ એકટની કલમ પ હેઠળ કાર્યવાહી કરતા મામલતદારશ્રીએ સર્વે નં. ૧પના કબ્જેદાર માલીક કુમાર સ્ટોન ક્રશરની જમીનમાંથી હલણ કરવાનો અધિકાર છે તે માટેની અરજી કરેલ જેથી મામલતદારશ્રી મોરબીએ કિરીટકુમાર લાલજીભાઇ પટેલ તથા વિનોદભાઇ લાલજીભાઇ વડસોડા (પટેલ) એ આવવા જવાના પ્રવેશ બાબતે સિવીલ કોર્ટમાંથી હુકમ મેળવી લેવો તે રીતે અરજી મંજુર કરેલ.

આથી કિરીટકુમાર લાલજીભાઇ પટેલ તથા વિનોદભાઇ લાલજીભાઇ વડસોડા (પટેલ) એ મોરબીના મહે. અધિ. સિનિય સિવીલ જજની કોર્ટમાં કુમારસ્ટોન ક્રશર નામની ભાગીદારી પેઢી સામે સર્વે નં. ૧પ ની જમીનમાંથી હલણનો અધિકાર છે તેવું ઠરાવી આપવા માટેનો તથા હક્ક સ્થાપન માટેનો દાવો કરેલ. જેમાં પ્રતિવાદી કુમાર સ્ટોન ક્રશર વતી દાવો પ્રાથમિક તબક્કે રદ કરવાની અરજી કરવામાં આવેલ અને રજુઆત કરવામાં આવેલ કે જયારે કોઇ પક્ષકાર યોગ્ય હકુમતનો લાભ મેળવેલ હોય અને તે જ કાયદામાં આગળની કાર્યવાહી કરવા માટેની જોગવાઇ કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં દિવાની અદાલતમાં દાવો ચાલી શકે નહીં અને મામ. કોર્ટ એકટ મુજબ પક્ષકારે કાર્યવાહી કરેલ હોય જેથી જો તે હુકમથી નારાજ હોય તો તેઓએ તે કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવી જોઇએ. અને જો વાદીઓએ કોઇ હલણ બાબતે કાર્યવાહી કરવી હોય તો તેઓએ મામ. કોર્ટ એકટ મુજબ યોગ્ય હકુમતમાં કાર્યવાહી કરવી જોઇએ અને દિવાની પ્રક્રિયાનો લાભ મળી શકે નહીં અને મામ. કોર્ટ એકટ મુજબ જયારે તે કાયદા મુજબ કાર્યવાહી થયેલ હોય તેવા સંજોગોમાં દિવાની અદાલતને દાવો ચલાવવાની હકુમત રહેતી નથી તેવી રજુઆત કરેલ હતી.

(4:29 pm IST)