Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ચેક રિટર્નના કેસમાં આરોપીને છ માસની સજા અને વળતરની રકમ ચુકવવા કોર્ટનો આદેશ

રાજકોટ, તા.૨૭ઃ અત્રે રૃપિયા ૧,૦૪,૦૦૦/ની લેણી રકમ ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા આરોપીના છ માસની કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવેલ હતી.

આ કેસની હકીકત એવી હતી કે વર્ષ-૨૦૧૮માં આ કામના ફરીયાદી સિંકદરભાઇ આમદભાઇ દલવાણી અને આરોપી ફારૃકભાઇ મહમદભાઇ ચૌહાણ વચ્ચે મિત્રતાનો સંબંધ હોય જેથી આરોપીએ પોતાના અંગત ઉપયોગ માટે નાણાની જરૃીરયાત ઉભી થતા તેણે ફરીયાદી પાસેથી રૃપિયા એક લાખ ચાર હજાર હાથ ઉછીના લીધેલ હતા જે રકમની ચુકવણી પેટે આરોપીએ પોતાના ખાતાવાળી બેન્કનો ચેક આપેલ. સદરહું ચેક ફરીયાદીએ પોતાના ખાતાવાળી બેંકમાં વટાવવા માટે નાખતા ચેક બેલેન્સના અભાવે પરત ફરેલ હતો.

આ અંગે ફરીયાદીએ આરોપીને લીગલ ડીમાન્ડ નોટીસ મોકલાવેલ. છતાં પણ આરોપીએ સદરહું રકમની ચુકવણી ન કરતા ફરીયાદી દ્વારા કોર્ટમાં ચેક રીટર્ન અંગે કેસ દાખલ કરવામાં આવેલ. જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષ દ્વારા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખવામાં આવેલ. સદરહું કેસમાં આરોપી ફારૃકભાઇ મહમદભાઇ ચૌહાણને કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૨૫૫(ર) મુજબ દોષિત ઠેરવવામાં આવેલ તેમજ નેગોશીએબલ ઇન્સ.એકટની કલમ ૧૩૮ હેઠળ સજાને પાત્ર ગુન્હા માટે સી.આર.પી.સી.ની કલમ ૩૫૭(૩) મુજબ છ મહિનાની કેદની સજા તેમજ ચેક મુજબની રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવવા કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કામમાં ફરીયાદવતી એડવોકેટ દરજજે ગૌતમ કે.ચાવડા, અશોકભાઇ ચાંડપા તથા હાર્દિકભાઇ જીવાણી રોકાયેલ હતા

(4:27 pm IST)