Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

છેલ્લા અઠવાડીયામાં ૪૭૮ ઝાડા-ઉલ્‍ટી-શરદી-ઉધરસ- તાવના કેસઃ ડેન્‍ગ્‍યુ-મેલેરીયાના ૧-૧ દર્દી નોંધાયા

મનપાની આરોગ્‍ય શાખા દ્વારા ૧૪૪ ઘરોમાં ફોગીંગઃ ૮૭૪ લોકોને મચ્‍છર ઉત્‍પતિ બદલ નોટીસ

રાજકોટ તા.૨૭: શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૪૭૮ વધુ કેસ નોંધાયા છે. જયારે મચ્‍છર જન્‍ય રોગચાળાના ર કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. ર૦ થી તા.ર૬ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના  ર કેસ

અઠવાડિયામાં મેલેરિયા, ડેન્‍ગ્‍યુ ના ૧-૧ કેસ નોંધાયા છે.   જયારે ચિકનગુનિયાનો  ના ૧-૧ કેસ નોંધાયો નથી.

શરદી-તાવનાં ૪૭૮ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૧૮ તેમજ સામાન્‍ય તાવના  ૭૮ અને ઝાડા- ઉલ્‍ટીના કેસ ૮ર  સહિત કુલ ૪૭૮ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ  સબબ ૮૭૪ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૮,૮૩૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૪૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૮૭૪ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે.

(3:48 pm IST)