Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સુરેન્‍દ્રનગર-રાજકોટ સેક્‍શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૫મી જુલાઈ સુધી રેલ વ્‍યવહારને અસર

રાજકોટ, ૨૭ :  રાજકોટ ડિવિઝનના સુરેન્‍દ્રનગર-રાજકોટ સેક્‍શનમાં આવેલા ખોરાણા સ્‍ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્‍ટ્રોનિક ઈન્‍ટરલોકિંગના કામ માટે બ્‍લોક લેવામાં આવશે, જેના કારણે ૨૮ જૂન, ૨૦૨૨થી ૫ જુલાઈ, ૨૦૨૨ સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્‍યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છેઃ

રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નં ૨૨૯૫૯ વડોદરા - જામનગર ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૨૮.૦૬.૨૦૨૨ થી ૦૪.૦૭.૨૦૨૨ સુધી રદ.

ટ્રેન નં ૨૨૯૬૦ જામનગર - વડોદરા ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૨૯.૦૬.૨૦૨૨ થી ૦૫.૦૭.૨૦૨૨ સુધી રદ.

ટ્રેન નં ૨૨૯૩૭ રાજકોટ - રીવા એક્‍સપ્રેસ ૦૩.૦૭.૨૦૨૨ ના રોજ રદ.

ટ્રેન નં ૨૨૯૩૮ રીવા - રાજકોટ એક્‍સપ્રેસ ૦૪.૦૭.૨૦૨૨ ના રોજ રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

 ટ્રેન નં ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્‍સપ્રેસ ૨૭.૦૬.૨૦૨૨ થી ૦૩.૦૭.૨૦૨૨ સુધી ભાવનગરથી સુરેન્‍દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્‍દ્રનગર-ઓખા વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નં ૧૯૨૧૦ ઓખા - ભાવનગર એક્‍સપ્રેસ ૨૮.૦૬.૨૦૨૨ થી ૦૪.૦૭.૨૦૨૨ સુધી સુરેન્‍દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્‍દ્રનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નં ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૨૮.૦૬.૨૦૨૨ થી ૦૪.૦૭.૨૦૨૨ ૨૮.૦૬.૨૦૨૨, ૦૧.૦૭.૨૦૨૨ અને ૦૩.૦૭.૨૦૨૨ ના રોજ સુરેન્‍દ્રનગરથી બાંદ્રા સુધી દોડશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્‍દ્રનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્‍યુલ કરેલ ટ્રેન

ટ્રેન નં ૨૨૯૬૯ ઓખા - વારાણસી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ૩૦.૦૬.૨૦૨૨ પર રીશેડ્‍યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયે ૧૪.૦૫ વાગે ની બદલે ૨ કલાક અને ૪૫ મિનિટ મોડી એટલે કે ૧૬.૫૦ વાગે ઉપડશે.

માર્ગ માં મોડી (લેટ) થનાર ટ્રેનો

૨૮ જૂનથી ૫ જુલાઈ, ૨૦૨૨ સુધી વાર મુજબ માર્ગ માં મોડી (લેટ) થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

ટ્રેન નં ૨૨૯૩૮ રીવા-રાજકોટ એક્‍સપ્રેસ અને ટ્રેન નં ૧૯૫૬૭ તુતીકોરીન-ઓખા વિવેક એક્‍સપ્રેસ મંગળવારે ૪૦ મિનિટ મોડી પડશે.

 ટ્રેન નં ૨૨૯૦૮ હાપા-મડગાંવ એક્‍સપ્રેસ અને ટ્રેન નં ૨૦૮૨૦ ઓખા-પુર એક્‍સપ્રેસ બુધવારે ૨૦ મિનિટ મોડી હશે.

શુક્રવારે, ટ્રેન નં ૧૫૦૪૫ ગોરખપુર-ઓખા એક્‍સપ્રેસ ૪૦ મિનિટ મોડી પડશે અને ટ્રેન નં ૧૯૫૭૮ જામનગર-તિરુનાલવેલી એક્‍સપ્રેસ ૨૦ મિનિટ મોડી પડશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્‍ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્‍ટેશનથી ઉપડવાની છે. રેલ્‍વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્‍ત ફેરફારોને ધ્‍યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્‍સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

(3:35 pm IST)