Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રાજકોટની મનોરંજક કાર્યક્રમો ક્ષેત્રે હરણફાળ ઃ લતા મંગેશકરના સ્મરણાર્થે યોજાશે સૂરોનો અનોખો સંગમ

તુમ મુજે યુ ભુલા ના પાઓગે... : અન્વેષા દત્ત-ગુપ્તા રેલાવશે સૂરોનો સાગર અને ડોલાવશે આખા રાજકોટને

રાજકોટ ઃ જીવનની સંઘર્ષની પરિસ્થિતિ હોય, પ્રેમની હોય, હાસ્ય હોય કે રુદન હોય, ઘૃણા, ઈર્ષ્યા કે વ્યકત ના થઇ શકે એવો ડૂમો હોય એક ગીત તો એવું શોધી બતાવો કે જે આ પરિસ્થિતિઓને વર્ણવતું હોય અને શ્રી લતા મંગેશકરના અવાજમાં ના હોય ?

લતા મંગેશકર ને આપણે દર એક શ્વાસે જીવ્યા છીએ , તેમનો અવાજ દેહ આપણી અસ્કયામત છે , એવું અભિવ્યકિતનું માધ્યમ જેને આપણે હંમેશા ચાહ્યું છે કારણકે હંમેશા તેની સાથે આપણે રીલેટ કરી શકીએ છીએ. આવા શ્રી લતા દીદીને સ્વરાંજલિ આપવી એ એક સૌભાગ્યશાળી પળ ગણાય અને એ પળો ને જીવવા અને તેઓના ગીતોને જીવંત કરવા આવી રહી છે અન્વેષા દત્ત ગુપ્તાનો શો  રાજકોટમાં તા. ૧૭ જુલાઈ, રવિવાર , રાત્રે ૮ કલાકે - હેમુ ગઢવી હોલ , ખાતે યોજવામાં આવેલ છે. 

અન્વેષાને સાંભળવી એ એક લ્હાવો છે. માત્ર ૧૩ વર્ષની કુમળી વયે તેણીએ લતા મંગેશકરથી લઇને શ્રેય ઘોષાલના ગીતોને સ્ટેજ પર જીવંત કરવાળું શરુ કર્યું ત્યારે લોકો અચંભિત થઇ ગયા હતા. આટલો સુરીલો, મધુર અવાજ, સ્વરો ની આટલી પાકી પક્કડ અને આટલું ઊંડું જ્ઞાન - લોકો એ તેને બીજી શ્રેયા ઘોષાલ કહેવાનું શરૃ કરી દીધેલું.  સ્ટાર પ્લસ ના રિયાલિટી શોમાં બાળ કલાકાર તરીકે ભાગ લઇ, અન્વેષા એ ફિનાલેમાં સહુના દિલ જીતી લેતા ગીતો ગાયા. ખુદ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન આ ફિનાલે માણવા  ઉપસ્થિત રહેલા. અન્વેષાના ગીતો એ ચિક્કાર મેદનીને એક સુરમાં ડોલાવી. અને ત્યારથી શરુ થઇ તેમની સુરમયી સફર. રિયાલિટી શૉથી લઇને બોલિવૂડ પ્લેબેક સિંગર સુધીની અન્વેષાની સફર અત્યંત દિલચસ્પ રહી જેના વિષે આવનારા દિવસોમાં વાતો કરીશું.

'ઓલ ઇન્ડિયા ઇવેન્ટ-ઓલ બોલિવૂડ સ્ટાર્સ' આયોજિત આ મ્યુઝિકલ કાર્યક્રમ સ્વર સામ્રાજ્ઞી , ભારત રત્ન શ્રી લતા મંગેશકરને શ્રદ્ધા સુમન અર્પવા માટે છે . કાર્યક્રમનું નામ પણ એવું છે કે આપણે ભૂલી ના શકાય 'તુમ મુજે યું ભૂલ ના પાઓગે....' કાર્યક્રમની વધુ વિગતો માટે મોં.   ૯૮૯૨૬૨૫૭૬૮ પર સંપર્ક કરી શકાય છે. આ કાર્યક્રમમાં લતા દીદીના અનેક સદાબહાર ગીતો ની સુર ગંગા વહેશે.  વધુ વિગતો માટે અત્યાર થી જ માહિતી એકઠી  કરવા તેમજ સંસ્થાની વધુ માહિતી માટે ભારતીબેન નાયકનો મો. ૭૪૩૫૦ ૪૪૭૨૧ અને ૯૮૯૨૬ ૨૫૭૬૮નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:32 pm IST)