Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બહેનો માટે ઓપન રાજકોટ કૂકીંગ સ્‍પર્ધા

મિરા લેડીઝ કલબ અને ધ લંચ બોકસ કલાસીસ દ્વારાઃ પૌવામાંથી બનતી વાનગીઓ ઘરેથી બનાવવાની લાવવાની રહેશેઃ શેફ હિના ગૌતમ જજ તરીકે સેવા આપશેઃ નામ નોંધણી

રાજકોટઃ શહેરનાં  બહેનો માટે તા.૩ જુલાઈના શ્રી કોટક કન્‍યા વિનય મંદિર (મોટી ટાંકી ચોક પાસે) રાજકોટ ખાતે મિરા લેડીઝ કલબ તથા ધ લંચ બોકસ કલાસીકનાં સંયુકત ઉપક્રમે ‘ફોરચ્‍યુન પૌવા' કુકીંગ સ્‍પર્ધાનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં પૌવામાંથી બનતી વાનગી બનાવવાની સ્‍પર્ધા રાખેલ છે. આ સ્‍પર્ધાની ફી રૂા.૫૦ રાખેલ છે.

આ કુકીંગ સ્‍પર્ધામાં અમદાવાદનાં નામાંકિત શેફ શ્રીમતિ હિના ગૌતમ જજ તરીકે સેવા આપશે. ભાગ લેનાર બહેનોને વાનગીનો કુંકીંગ ડેમો રજૂ કરશે.

આ કુકીંગ સ્‍પર્ધાનાં સફળ આયોજનમાં બિન્‍દુબેન ચાંદ્રાણી, અમીબેન પટેલ, રાજવી કાનાબાર, મૃદુલાબેન હરખાણી, દિપ્‍તીબેન ગોકાણી, પ્રિતિબેન અજમેરા અને પલ્લવીબેન ઠકકર જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ જાણકારી માટે મો.૯૪૨૭૫ ૯૫૨૬૦ અને મો.૯૯૭૮૦ ૯૯૬૩૫ ઉપર બહેનો સંપર્ક કરી શકશે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:31 pm IST)