Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ઘંટેશ્વરમાં ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ મણીનગરનો રાજેન્દ્ર પકડાયો

૧૪૯૯૦નો મોબાઇલ કબ્જેઃ ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને સહદેવસિંહની બાતમી

રાજકોટ તા. ૨૭ઃ  ઘંટેશ્વર કવાર્ટરમાં ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાંચે યુપીના શખ્સને પકડ્યો છે. જામનગર રોડઘંટેશ્વર કવાર્ટર નં. ૮૭૨માં રહેતાં અને કન્ટ્રકશનનું કામ કરતાં વિશાલ ઉગાભાઇ બાલાસરા (આહિર) (ઉ.૨૨) નામના યુવાનના ઘરમાંથી તા. ૧૮/૬ના રોજ ચોરી થઇ હતી. ચાર્જીંગમાં મુકેલો તેનો ૧૪૯૯૦નો મોબાઇલ ચોરાઇ જતાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  આ ગુનાનો  ભેદ ક્રાઇમ બ્રાંચના એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, સહદેવસિંહ જાડેજાની બાતમી પરથી ઉકેલાઇ ગયો છે. પોલીસે મુળ યુપી બલરામપુરના તુલસીપુર તાબેના નારાયણપુર ગામના વતની અને હાલ મવડી રોડ અશોક ગાર્ડન પાસે મણીનગર-૯માં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં રાજેન્દ્ર સુખદેવ વર્મા (ઉ.૨૮)ને પકડી લઇ મોબાઇલ કબ્જે કર્યો છે. રાજેન્દ્રએ આ ફોન બુધવારી બજારમાં ઉભા રહેતાં શખ્સ પાસેથી લીધો હોવાનું કહેતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળાની રાહબરીમાં પ્રતાપસિંહ ઝાલા, હેડકોન્સ.  અશોકભાઇ કલાલ, દિપકભાઇ ચોૈહાણ, એભલભાઇ, સહદેવસિંહ અને મહેન્દ્રસિંહે આ કામગીરી કરી હતી.

(12:35 pm IST)