Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જયુબેલીમાં બિરાજમાન સ્‍વયંભુ સાત હનુમાન મંદિરે રામનવમીથી શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ

શાષાી શંકર મહારાજ કથાનું સંગીતમય રસપાન કરાવશેઃ વિવિધ પ્રસંગો ધામધમુથી ઉજવાશે

રાજકોટઃ શહેરમાં જયુબેલીમાં બિરાજમાંનસ્‍વયંભુ ''સાત હનુમાન''મંદિર નાં સેવક સમુદાય અને ખોડીયાર મંડળ દ્વારા ભકત અને કથાકાર સંસ્‍કૃત વિશારદ પ.પૂ શાષાી શંકર મહારાજ જોષી ના વ્‍યાસાસને  પવિત્ર ચૈત્ર માસ રામ નવમી  તા.૩૦- ગુરૂવારથી હનુમાન જંયતી તા.૬ એપ્રિલ દરમિયાન શ્રી મદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પૂ. શાષાીજીનો  આ પ૯૧ મો કથા સત્‍સંગ છે. કથાનો સમય સવારેઃ૯ થી૧૨બપોરે૩થી૬ રહશે. કથા દરમ્‍યાન

નંદ મહોત્‍સવ,કૃષ્‍ણ રૂકમણી વિવાહ વગેરે પ્રસંગો ધામધુમથી ઉજવવા માં આવશે.

આ કથા માં પોથી પાટલો,આરતી પુજાનો લાભ લેવા ઇચ્‍છતા ભકતો એ દેવરાજભાઇ૯૯૧૩૭૪૪૫૫૩/પુજારી રમેશમાઇ૯૮૯૮૨૮૯૦૭૫/પૂ.શાષાીજી ૯૮૨૪૮૧૧૯૧૩નો સંપર્ક કરવો.સમગ્ર કથા દરમ્‍યાન સંગીત માં સૂર પુરાવશે સહ ગાયકશાષાી શૈલેષભાઇ પુરોહિત, ઓકટોપેડઃ મોહિત જોષી,તબલા સુભાષભાઇ ચૌહાણ. કથા શ્રવણ કરવા ભાવિક ભકતોને નિમંત્રણ અપાયું છે

તસ્‍વીરમાં દેવરાજભાઇ સેખલીયા , શંકર મહારાજ અને સંજય  મિયાત્રા ન જરે પડે છે (તસ્‍વીરઃ  અશોક  બગથરીયા).

(4:32 pm IST)