Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજકોટ જેલમાં કેદીએ મચ્‍છર મારવાની ટયુબ ખાઇ લીધી

જામીન મંજુર થઇ ગયા છે પણ ભાઇ જામીનખત ભરાવતો ન હોઇ ભરતદાને પગલુ ભર્યુઃ હત્‍યાની કોશિષનો ગુનો

રાજકોટ તા. ૨૭: સેન્‍ટ્રલ જેલમાં હત્‍યાની કોશિષના ગુનાના આરોપી ભરતદાન ભીમદાન ગઢવી (ઉ.વ.૩૧)એ મચ્‍છર ભગાડવાની ટયુબ ખાઇ લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

ભરતદાન વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસમાં હત્‍યાની કોશિષનો ગુનો નોંધાતા ધરપકડ બાદ જેલહવાલે થયેલ. હવે તેના જામીન મંજુર થઇ ગયા છે પણ બહારથી તેના ભાઇ જામીનખત ભરવાની કાર્યવાહી કરતાં ન હોઇ આ કારણે લાગી આવતાં આ પગલુ ભર્યાનું તેણે જણાવ્‍યું હતું.

બે કેદીની તબિયત બગડી

જેલમાં કાચા કામના બે કેદી અલ્‍પેશ ગોવિંદભાઇ બગડા (ઉ.૩૦) અને રસિક લાલજીભાઇ બાવરીયા (ઉ.૪૦)ની તબિયત બગડતાં બિમાર થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(4:31 pm IST)