Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સી.કે.ગોહિલ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન

રાજકોટઃ શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલય તથા શ્રી સી.કે.ગોહિલ પ્રાથમિક શાળાના સંયુકત ઉપક્રમે ૭૨માં પ્રજાસત્તાક દિનની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન સંસ્થાના ટ્રસ્ટ અને લોક વિજ્ઞાન કેન્દ્રના ભૂતપૂર્વ ડાયરેકટર ડો. રમેશભાઈ ભાયાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલ્લભ કન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ ઊર્મિલાબેન દેસાઈ, ટ્રસ્ટીઓ પ્રફુલભાઈ ગોહિલ, ડો.અનિલભાઈ અંબાસણા, નિયામક હિરાબેન માંજરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની જહેમત શાળાના આચાર્ય વર્ષાબેન ડવ તથા ચેતનાબેન આહયાએ ઉઠાવી હતી.

(2:53 pm IST)
  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST

  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • આજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ ૯ અને ૧૧ ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશેઃ ૪ મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે access_time 11:20 am IST