Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સંજયનગરમાં ભરત સોનારા સંચાલીત જુગારધામ પર દરોડોઃ પાંચ પકડાયા

ગાંધીગ્રામ પોલીસનો દરોડોઃ ભગવતીપરામાં પત્તા ટીંચતા ચાર ઝડપાયા

રાજકોટ, તા. ૨૬ :. જામનગર રોડ પર સંજયનગરમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સંજયનગર શેરી નં. ૨માં કેટલાક શખ્સો એક મકાનમાં જુગાર રમતા હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. વનરાજભાઈ અને દિવ્યરાજસિંહ ગોહીલને બાતમી મળતા પી.આઈ. કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એસ. પટેલ, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, વનરાજભાઈ, દિવ્યરાજસિંહ, દિગ્વીજયસિંહ સહિતે જામનગર રોડ પર સંજયનગર શેરી નં. ૨માં રહેતા ભરત જીલુભાઈ સોનારા (ઉ.વ. ૨૭)ના મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક ભરત સોનારા તથા જ્યુબેલી ચોક ગણાત્રાવાળી શેરી નં. ૨ના રસીદાબેન બોદુભાઈ સીદીકી, બજરંગવાડી શેરી નં. ૧૪ના રમાબેન જયસુખભાઈ ભટ્ટ, જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટીના હંસાબેન ઉર્ફે હસુબેન નરોતમભાઈ ગોકાણી, રેલનગર સુભાષચંદ્ર ટાઉનશીપ બી-સી કવાર્ટરના મોનીકાબેન ભરતભાઈ પાંઉને પકડી લઈ રૂ. ૭૪૪૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં બી-ડિવીઝન પોલીસ મથકના પી.આઈ. એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. બી.જે. ધગલ તથા સંજયભાઈ મિયાત્રા સહિતે બાતમીના આધારે ભગવતીપરા શેરી નં. ૮મા દરોડો પાડી જુગાર રમતા ભગવતીપરા-૯ના મહેશ ડાયાભાઈ જીંજુવાડીયા (ઉ.વ.૪૨), શેરી નં. ૧૦ના સુલતાન મહંમદભાઈ ગોહદા (ઉ.વ. ૨૮), સિકંદર જુસબભાઈ ઠેબા (ઉ.વ.૨૧) અને જયપ્રકાશનગર-૧૪ના ગોવિંદ કાનજીભાઈ દેવરીયા (ઉ.વ. ૫૦)ને પકડી લઈ રૂ. ૩૯૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(12:03 pm IST)