Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

શ્રીનગર સોસાયટીમાં રજનીકાંતભાઇ ચાવડાના મકાનમાં ૫૩ હજારની ચોરી

રાજકોટઃ સહકાર મેઇન રોડ પર શ્રીનગર શેરી નં. ૬માં રહેતા રજનીકાંતભાઇ રમણીકભાઇ ચાવડા(ઉ.વ.૩૭)ના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી રસોડામાં કબાટમાં રાખેલ શુટકેસમાંથી સોના ચાંદીના દાગીના તથા રૂ. ૧૬૦૦૦ રોકડા મળી રૂ. ૫૩૫૦૦ની મતા ચોરી જતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીએસઆઇ ડી.એન.વાજા એ તપાસ આદરી છે.

(8:29 pm IST)