Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અકસ્માત વળતરના ૮૭ કેસોમાં બે કરોડ ૧પ લાખનું વળતર મંજુર

તાજેતરમાં રાજકોટમાં યોજાયેલ લોક-અદાલતમાં

રાજકોટ, તા. ર૬ : રાજકોટ ખાતે તાજેતરમાં મેગા લોક અદાલત યોજાયેલ હતી. જેમાં ઘણા કેસોનો નિકાલ થયેલ. અકસ્માત વળતરના કલેઇમ કેસમાં ગુજરનારના તથા ઇજા પામનારાઓના વળતર અંગેના કલેઇમ કેસમાં ઝડપથી વળતર મળે તે માટે ગુજરનારના તથા ઇજા પામનારના વકીલ દ્વારા ગુજરનારના વારસોને તથા ઇજા પામનારાઓને કાયદાકીય તથા વળતરની રકમ હાલની મોંઘવારી પ્રમાણે અરજદારોને વધુ રકમ મળે તેમજ કલેઇમમાં ફાયદારૂપ થાય તેવી રજુઆતો વિમા કંપનીમાં કરી મેગા લોક અદાલતમાં કુલ-૮૭ કલેઇમ કેસો પૂરા કરી રૂા. ર,૧પ,૦૦,૦૦૦/- જંગી વળતર મંજુર કરવામાં આવેલ.

આ કામમાં અરજદારોને ઝડપથી વળતર મળે તેમજ વધુ વળતર મળે તેવા ખૂબ જ પ્રયત્નો અરજદારના વકીલ તરફથી કરવામાં આવેલ. ઉપરોકત કામમાં રાજકોટ જાણીતા વકીલ કલ્પેશભાઇ કે. વાઘેલા, રવિન્દ્રભાઇ ડી. ગોહેલ, ભાવિનભાઇ આર. પટેલ, કુલદીપભાઇ ધનેશા, કરણભાઇ ગઢવી તથા હેમતભાઇ પરમાર રોકાયેલ હતાં.

(4:36 pm IST)