Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

દિવાળી વખતનો સંક્રમણકાળ પૂરો થવામાં: હવે કેસ ઘટશે

માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ અને સેનિટાઇઝેશનમાં કોઇ બાંધછોડ હિતાવહ નથીઃ કાળજી અનિવાર્ય : સમયાંતરે કોરોનામાં ચઢાવ-ઉતાર રહેશેઃ આરોગ્ય નિષ્ણાંતોએ સરકારને આપ્યું તારણઃ સરકારી રાહે સઘન પગલાની અસર

રાજકોટ તા. ર૬ : રાજયમાં દિવાળી વખતથી પ્રચંડ વેગથી વધી રહેલ કોરાના હવે ચાલુ માસના અંતમાં હળવો પડે તેવું તારણ આરોગ્ય નિષ્ણાંતોએ સરકારને આપ્યાનું જાણવા મળે છે જો કે રસી ન મળે અથવા કોઇ રીતે કોરોના વાઇરસના નાશ ન થાય ત્યા સુધી સાવચેતી એ જ સલામતી છે કોરાના પછીનો પહેલો શિયાળો હોવાથી એની અસર વિશે વિભિ)ન મતો સાથેે અનુમાન થઇ રહ્યું છે.

સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાવાથી કોરોના વધુ વધે છે. દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળેલ એની અસર દિવાળી પછી તુરત દેખાવા લાગેલ ઓકટોબર અંતમાં રાજયમાં દર ર૪ કલાકના કોરોનાના કેસ ઘટીને ૮પ૦ની અંદર થઇ જશે.

ફરી વધીને ૧પ૦૦ ઉપર થઇ ગયા છે. તહેવારો વખતના સંક્રમણનો સમય પૂરો થઇ રહ્યો હોવાથી નજીકના ભવિષ્યમાં કેસની સંખ્યા ઘટે તેવી ધારણા છે. રાત્રી કર્ફયુ સહિતના સરકારી પગલાઓની અસર દેખાશે.

સમયાંતરે કોરોનાના કેસમાં ચઢાવ-ઉતાર આવતો રહે તેવો આરોગ્ય નિષ્ણાંતોનો મત છે. લોકો એકબીજાના સંપર્કમાં કેટલા પ્રમાણમાં આવે છે તેના પર કેસની સંખ્યાનો આધાર છે. ડીસેમ્બર પ્રારંભે કેસ ઘટે તેવું લાગે છે. કોરોનાને હજુ કોઇ પૂરેપૂરો ઓળખી શકયા નથી તેથી માસ્ક સોશ્યલ ડીસ્ટન્સ, સેનીટાઇઝશન વગેરે સાવચેતી અત્યંત જરૂરી છે.

(3:38 pm IST)