Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

રાજકોટ જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં જેટકો દ્વારા લાઇન બાબતે આડેધડ ખોદકામ : ૮ કેસો અંગે સૂનાવણી

વાંધો લેનારા ખેડૂતો કલેકટર કચેરીએ ઉમટી પડયા : બપોર બાદ ચુકાદા

રાજકોટ તા. ૨૬ : રાજકોટ શહેર - જિલ્લામાં હાલ ખેડૂતોને હવે દિવસે પણ વીજળીની ખાસ યોજના સંદર્ભે વીજબોર્ડની જેટકો કંપની દ્વારા ખેડૂતો માટે દિવસે વીજળી આપવા અંગે ખેતરોમાં નવી મોટી લાઇનો નાંખવા અંગે ખોદકામ થઇ રહ્યું છે, પરિણામે અનેક ખેડૂતોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે, અને વાંધાઓ લેવાતા તે કેસોની કલેકટર કચેરીમાં આજે સુનાવણી હોય ૬૦થી ૭૦ જેટલા ખેડૂતો ઉમટી પડયા હતા.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, આજે જેટકો અને ખેડૂતો વચ્ચેની કુલ ૮ કેસોની સુનાવણી હાથ ધરાશે, સંભવતઃ બપોર બાદ ચુકાદા આવી શકે છે.

(3:25 pm IST)