Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

મેંગો માર્કેટ પાસેથી દારૂની ૧૮ બોટલ સાથે રેશ્મા દુધરેજીયા પકડાઇ

રાજકોટ,તા. ૨૬: શહેરના કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસેથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દારૂની ૧૮ બોટલ સાથે મહિલાને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પરથી એક મહિલા વિદેશી દારૂના જથ્થા સાથે નીકળવાની હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર તથા ચેતનસિંહ ચુડાસમાને બાતમી મળતા પીઆઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ રાજદીપસિંહ ગોહીલ, હેડ કોન્સ. ચેતનભાઇ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ તથા સ્નેહભાઇ સહિતે દરોડો પાડી મેંગો માર્કેટ પાસેથી રેશ્મા મયુરભાઇ દુધરેજીયા (ઉવ.૩૮) (રહે.સાધુવાસવાણી રોડ, ગુરૂજીનગર કવાર્ટર બ્લોક નં. બી/૨૩)ને રૂ. ૧૫,૩૦૦ની કિંમતની દારૂની ૧૮ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મકાનમાંથી દારૂની ૧૨ બોટલ કબ્જે

ભાવનગર રોડ પર મનહર સોસાયટી શેરી નં.૧માં થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ જી.એસ.ગઢવી તથા કિરણભાઇ પરમાર સહિતે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી રૂ. ૬,૦૦૦ની કિંમતની દારૂની ૧૨ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જેકરી મકાન માલીક સાજીદ દેથરીયાની શોધખોળ આદરી છે.

(2:31 pm IST)