Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વીણા વર્લ્ડ અને શ્રી હરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સામે

ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રૂ.૧૮,૧૧,૭૦૦ ખર્ચ સમેત મળવા ફરીયાદ

રાજકોટઃ દિનેશભાઇ શિવાભાઇ વાંસજાળીયાએ વીણા વર્લ્ડ નામની ટુર ઓપરેટીંગ કંપની તથા રાજકોટ સ્થીત પ્રિફર્ડ સેલ્સ પાર્ટનર શ્રી હરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ થ્રુ સોનલ હિરપરા, ઠે. જી-૩૧૧, ઇસ્કોન મોલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટના સામે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ વીણા પાટીલ હોસ્પીટાલીટી પ્રા.લી. કંપની  છે. જેઓ વિદેશમાં 'વીણા વર્લ્ડ'ના નામથી ટ્રાવેલ એન્ડ હોસ્પીટાલાટી બિઝનેશ કરે છે. સદરહું કંપનીમાં વીણા પાટીલ, સુનિલા પાટીલ, સુધિર પાટીલ, નીલ પાટીલ અને અભિજીત ગોહીલ ડાયરેકટર છે જેની મુખ્ય ઓફિસ નિલકંઠ કોર્પોરેટ પાર્ક, ૭મો માળ, કિરોલ રોડ, વિદ્યાવિહાર (વે.), મંુબઈ, મહારાષ્ટ્ર મુકામે આવેલ છે, જયારે શ્રી હરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જે તે કંપનીના સેલ્સ પાર્ટનરે છે અને ઉપરોકત સરનામે તેની ઓફિસ આવેલ છે.

 ફરીયાદીએ સામાવાળાઓ પાસે 'સાઉથ આફ્રીકા જવેલ્સ' તથા 'વર્ન્ડસ ઓફ ન્યુઝીલેન્ડ' ના નામથી ઓળખાતી ફેમીલી ટુરનું બુર્કિંગ કરાવેલ. આ બુકિંગ વીણા વર્લ્ડ વતી તેના રાજકોટ સ્થીત પ્રીર્ફ્ડ સેલ્સ પાર્ટનરએ કરેલ અને રાજકોટ મુકામે તા. ૦૪/૦૩/૨૦ના સુધીમાં ફ્રેમેલી ટુર માટે રૂ. ૧૮,૧૧,૭૦૦/- રોકડા તથા ચેકથી પ્રાપ્ત કરેલ તેમજ વિઝા કરાવવાના બહાને ફરીયાદી, તેના પત્ની તથા પુત્રોનો અસલ પાસપોર્ટ લઈ લીધેલ.

 ફરીયાદી પાસેથી ફેમીલી ટુરના બહાને છેલ્લે તા. ૦૪/૦૩/૨૦ના રોજ રકમ પાપ્ત કર્યા બાદ ૧૦દિવસની અંદર કોવિડ - ૧૯થી પરીસ્થીતી સર્જાતા તા. ૧૪/૦૩/૨૦ના રોજ ફરીયાદીને ઈ-મેલ થી જાણ કરેલ કે, ફરીયાદીએ તા.૨૫/૦૩/ર૦ થી તા. ૦૨/૦૪/૨૦ દરમ્યાનની બુક કરાવેલ 'સાઉથ આફ્રિકા જવેલ્સ' ટુર સામાવાળાઓએ કેન્સલ કરેલ છે. અને વિશેષમાં તા. ૨૪/૦૪/૨૦ ના રોજ ઈ-મેલ થી જાણ કરેલ કે બુક કરાવેલ 'વન્ડર્સ ઓફ ન્યુઝીલેન્ડ' સામાવાળાઓએ બંને ટુર્સ કેન્સલ કરેલ છે તેવુ જણાવેલ.

જેથી ફરીયાદી શ્રી હરી ટુર્સ ટ્રાવેલ્સની રાજકોટ સ્થીત ઓફિસએ ગયેલ પરંતુ તા.૦૧/૦૬/ર૦ થી જે તે ઓફિસ સદંતર બંધ અને તેના રીપ્રેઝન્ટેટીવએ તેનો ફોન સ્વીચ ઓફ રાખેલ. ત્યાર બાદ ફરીયાદીએ સામાવાળાઓને ફોન કરી, તેમણે ચુકવેલ બંને ટુર માટેની રકમ પરત માંગતા જેના જવાબમાં સામાવાળાઓએ ઈ- મેઈલ થી પ્રત્યુતર આપેલ કે તેઓ ફરીયાદીએ ચુકવેલ ૨કમ માંથી ૩૦ % રકમ કાપી બાકીની રકમ રીફંડ આપશે અથવા ચુકવેલ રકમ ભવિષ્યની ડિસેમ્બર - ૨૦૨૧ની ટુરમાં ઉપયોગ કરી લેવાનો રહશે, તે દરમ્યાન તે રકમ સામાવાળા ડીપોઝીટ તરીકે રાખશે, વિશેષમાં આ પ્રમાણેની સ્કીમમાં ટ્રાન્સફર થવા પ્રપોઝડ ટુર ટ્રાન્સફર ચાર્જીસ સામાવાળાને ચુકવવો પડશે.

 સામાવાળા આ રીતે લાખો રૂપિયાની રકમ દબાવી દઈ, લાખો રૂપિયાની રકમ ગેરકાયદેસર રીતે અંગત કબ્જે રાખી, ફરીયાદીની ભવિષ્યની સગવડતા અગવડતા જોયા વગર, ફરીયાદીને ભવિષ્યમાં ફોરેન ટુર કરવા દબાણ કરતાં હોય વિકલ્પે ૩૦ %  રકમ કાપી લેવાનું જણાવતા ફરયાદીએ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કંમિશનમાં ફરીયાદ દાખલ કરેલ છે. જેમા કેસની વિગતો ધ્યાને લઈ વીણા વર્લ્ડના જવાબદાર ડાયરેકટર્સ તથા શ્રી હરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જવાબદાર અધિકારીને હાજર થવા નોટીસ કરેલ છે. 

ફરીયાદી વતી રાજદિપ દાસાણી તથા જયભારત ધામેચા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:40 pm IST)