Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજકોટ ડિવિઝનના લવણપુર ગૂડ્ઝ શેડથી અલવર માટે ૩૮૩૧ ટન ઔદ્યોગીક મીઠું મોકલ્યું

માલગાડીનાં પ૮ વેગનમાં મીઠું લોડ કરાયું: રૂ. ૩૭.ર૧ લાખની રેલ્વેને આવક

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનના લવણપુર ગુડ્સ શેડમાં ઔદ્યોગિક મીઠાની લોડિંગના દ્રશ્યો તસ્વીરમાં

 

રાજકોટ તા. ર૬: પશ્ચિમ રેલ્વેના ઝોનલ હેડ કવાર્ટર અને તમામ ડિવિઝનોમાં નવી રચિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ (બીડીયુ) ફેટ ટ્રાફિક માટે નવા ગ્રાહકોને આકર્ષિત કરવાનું પ્રશંસનીય કાર્ય કરી રહી છે આ જ ક્રમમાં રાજકોટ ડિવિઝનના બીડીયુએ લવણપુર ગુડ્સ શેડથી પ્રથમ વખત રાજસ્થાનના અલવર સુધી માલગાડીના ખુલ્લા વેગનમાં ઔદ્યોગિક મીઠું (ઇન્ડસ્ટ્રિયલ સોલ્ટ) લોડ કરીને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, લવણપુરથી આ નવો ટ્રાફિક બીડીયુના પૂરજોર પ્રયત્નોના પરિણામે શકય બન્યો છે. ઉલ્લેખનીય છે કે રેલવે બોર્ડ દ્વારા ઔદ્યોગિક મીઠાના વર્ગીકરણને ઘટાડીને તેના વર્ગીકરણને ૧ર૦થી ઓછુ કરીને ૧૦૦એ કરવા માટેની નીતિગત પહેલ કરવામાં આવી છે અને તેને ખુલ્લા વેગનમાં છુટક સ્થિતિમાં લોડ કરવાની શરતી મંજુરી પણ આપવામાં આવી છે.

વધુમાં શ્રી જેફના જણાવ્યા પ્રમાણે લવણપુર ગુડ્સ શેડથી ૯૪૭ કિલોમીટર દૂર રાજસ્થાનના અલવર સુધી, દુર્ગેશ એન્ટરપ્રાઇઝ દ્વારા માલગાડીના કુલ પ૮ વેગનોમાં ઔદ્યોગિક મીઠું લોડ કરવામાં આવ્યું છે. પરિણામે રાજકોટ ડિવિઝનને ૩૭.ર૧ લાખ રૂ.ની આવક થઇ છે. થોડા સમય અગાઉ રાજકોટ ડિવિઝનના વવાણિયા ગુડ્સ શેડથી પણ ઔદ્યોગિક મીઠું માલગાડી મારફતે લોડ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલ્વે દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનોને કારણે આ નવું ટ્રાફિક શકય બન્યું છે.

(3:30 pm IST)