Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

મારામારીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા અસ્લમ અને મીલન પકડાયા

માલવીયાનગર પોલીસે બંનેને લક્ષ્મીનગર નાલા પાસેથી દબોચ્યા

રાજકોટ, તા. ર૬ :  શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં થયેલી મારમારીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા બે શખ્સોને માલવીયાનગર પોલીસે પકડી લીધ હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી માલવીાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુક્કાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.વી. કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહિતભાઇ, મહેશભાઇ ચાવડા તથા હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા, ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહને મળેલી બાતમીના આધારે હદપારી અસ્લમ ભીખુભાઇ સમા (ઉ.વ.ર૮) (રહે. નાનામવા સર્કલ પાસે આર.એમ.સી. આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૦ કવાર્ટર નં.૬ર૩) ને પકડી લઇ તપાસ દરમ્યાન અસ્લમ ગાંધીગ્રામમાં થયેલી મારામારીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. અને તેમાં મીલન ઉર્ફે એમ.કે. સંજયભાઇ ખખ્ખર (ઉ.વ.ર૪) (રહે. મહાવીર પાર્ક બ્લોક ન઼. એલ/૭ નિર્મલા કોન્વેન્ટ રોડ)ની સંડોવણી ખુલતા પોલીસે મીલનને પણ ઝડપી લીધો હતો. બંને શખ્સો અગાઉ મારામારી, વાહન ચોકી, ધમકી સહિતના ગુનામાં પકડાઇ ચુકયા હોવાનું જાણવા મળ્યું છે.

(2:43 pm IST)