Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ શિવધારા રેસીડેન્સી મિલ્કત સંબંધે થયેલ અપીલને ડેપ્યુટી કલેકટરે ફગાવી દીધી

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર રે. સં. નં. ૮૯ માં આવેલ 'શિવધારા રેસીડેન્સી' નામની મિલ્કત સંબંધે થયેલ અપીલને ડેપ્યુટી કલેકટરે રદ કરી હતી.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, રાજકોટ શહેરમાં આવેલ રે. સ. નં. ૮૯ પૈકીની ટી. પી. સ્કીમ નં. ૧ર રાજકોટના મુળ ખંડ નં. ૩/૧ ની જમીન સામે ફાળવણી થયેલ. આખરી ખંડ નં. રર ની જમીન ચો. મી. આ. પ૮૩પ તથા આખરી ખંડ નં. ૩૧ ની જમીન ચો. મી. આ. ૪૦૪૬૬ એમ બન્ને મળી કુલ જમીન ચો. મી. આ. ૪૬૩૦૧ આવેલ છે. જે મિલ્કત સંબંધે રાજકોટના કલેકટર સાહેબ સમક્ષ બીનખેતી કેસ નં. ૬૪/ર૦૧ર-૧૩ તા. ૧૯-૧૧-ર૦૧ર ના રોજ બીનખેતી કરી કુલ ૧ થી ર૮૩ પ્લોટો પાડવામાં આવેલ છે. સદરહુ જમીન મારા અસીલોએ મુળ રે. સં. નં. ૮૯ પૈકીના તથા રે. સ. નં. ૮૯ પૈકી ૧ થી ૭ના આવેલ હતા તે તમામ ખેતીની જમીન મુળ માલીકો દ્વારા બીનખેતી કરાવ્યા બાદ તે પ્લોટોની રેવન્યુ નોંધ નં. ૩૧/૧ થી નં. ૩૧/ર૮૬ જે પૈકીના અમુક પ્લોટો મુળ માલીક દ્વારા રજી. વેચાણ દસ્તાવેજથી વેચાણ કરવામાં આવેલ અને તે અંગેની નોંધ વેચાણ દસ્તાવેજના આધારે પ્રમાણીત કરાવવા માટે રાજકોટના સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ નં. ર ના સમક્ષ અરજી કરતા સદરહુ મિલ્કત સંબંધે કિશોરભાઇ હરીભાઇ બાબીયા, વ્રજલાલ રામજીભાઇ બાબીયા, તથા ઠાકરશીભાઇ પાચાભાઇ લીંંબાસીયા દ્વારા રેવન્યુ નોંધ સંબંધે વાંધો તકરાર લેતા તકરારી કેસ નં. ૧/ર૦૧૭ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ ચાલેલ જેમાં કિશોરભાઇ હરીભાઇ બાબીયા, વ્રજલાલ રામજીભાઇ બાબીયા તથા ઠાકરશીભાઇ પાચાભાઇ લીંબાસીયાના વાંધા તકરાર રેવન્યુ ઓથોરીટીએ ગ્રાહય રાખેલ થી અને વેચાણ દસ્તાવેજના આધારે રેવન્યુ નોંધ પ્રમાણીત કરવાનો આદેશ કરેલ.

સદરહુ હુકમથી નારાજ થઇ ઠાકરશીભાઇ પાચાભાઇ લીંબાસીયાએ ડેપ્યુટી કલેકટર સમક્ષ અપીલ નં. ૧/૧૮ દાખલ કરેલ જે અપીલના કામમાં ભૂપતભાઇ બોદર તથા બાલુભાઇ બોદરના એડવોકેટ દ્વારા કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવેલ કે આ કામના એપેલન્ટને તકરાર લેવા માટેના કોઇ હકક, અધિકાર કે સત્તા નથી. રેવન્યુ ઓથોરીટીએ રજી. વેચાણ દસ્તાવેજના આધારે જે નોંધ પ્રમાણીત કરેલ છે તે કાયદાની દ્રષ્ટીએ, હકિકતની દ્રષ્ટિએ તથા બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની જોગવાઇ અનુસાર જ પ્રમાણીત કરેલ છે તેમજ સદરહુ મિલ્કત સંબંધે કિશોરભાઇ હરીભાઇ બાબીયા, વ્રજલાલ રામજીભાઇ બાબીયાએ ભુપતભાઇ બોદર વિગેરે વિરૂધ્ધ રાજકોટના અધિક સીનીયર સીવીલ જજ કોર્ટમાં રે. દિ. કે. નં. ૧૬૪/૧૭ થી હિસાબ ચોક તથા લેણી રકમનો તેમજ વેચાણ દસ્તાવેજ રદ કરવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવાનો દાવો દાખલ કરી વચગાળાના મનાઇ હુકમની માગણી કરેલ જેમાં વચગાળાની મનાઇ હુકમની અરજી નામંજૂર કરેલ અને સદરહુ દાવામાં ભૂપતભાઇ બોદર દ્વારા કોર્ટ સમક્ષ સત્ય હકિકત જણાવીને એવો બચાવ લીધેલ છે કે જે વેચાણ દસ્તાવેજ રદ કરવા સંબંધેનો હાલનો દાવો લાવેલ છે તે રે. સ. નં. ૮૯ પૈકી ૧ ની જમીન કિશોરભાઇ હરીભાઇ બાબીયા, તથા વ્રજલાલ રામજીભાઇ બાબીયાએ વે. દ. અનુ. નં. ૬૯૮ર તા. ૧૯-પ-૦૭ ના રોજ ચુકતે અવેજ લઇ વેચાણ દસ્તાવેજથી વેચાણ  કરી આપેલ છે. આમ ૧૦ વર્ષ પછી ખોટી તકરાર ઉઠાવવાના ઇરાદે માલાફાઇડ ઇન્ટેશનથી હાલનો દાવો દાખલ કરેલ જે હકિકત અદાલતે ધ્યાને લઇ વચગાળાના મનાઇ હુકમની અરજી નામંજૂર કરેલ તેમજ સદરહુ હુકમ સંબંધે અપીલ કરવામાં આવેલ જે અપીલ પણ રાજકોટના એડીશનલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી.

આમ રાજકોટના નાયર કલેકટરશ્રી એસ. એમ. ગઢવીએ રેકર્ડ પરની તમામ હકિકતનું ન્યાયીક મુલ્યાંકન કરી જે રજીસ્ટર વેચાણ દસ્તાવેજના આધારે રેવન્યુ નોંધ પ્રમાણીત કરવાનો હુકમ કરેલ છે તે હુકમ લીગલ અને વેલીડ માની એપેન્ટ ઠાકરીશભાઇ પાંચાભાઇ લીંબાસીયાની અપીલના મંજૂર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે ભુપતભાઇ જસમતભાઇ બોદર તથા બાલુભાઇ રત્નાભાઇ બોદર વતી એડવોકેટ પરેશ મારૂ તથા દિલીપ ચાવડા રોકાયેલ હતાં.

(2:40 pm IST)