Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

લકુલીશ યોગ વિદ્યાલયની પૂજા પટેલે સર્જયો મેડલોનો શણગાર

ડો.આર.જે.જાડેજા (ચીફ પેટર્ન નેશનલ યોગાસના સ્પોર્ટસ ફેડરેશન) તથા ડો.હર્ષદ સોલંકી (જોઇન્ટ સેક્રેટરી નેશનલ યોગાસના સ્પોર્ટસ ફેડરેશન)ના માર્ગદર્શન હેઠળ મહેસાણા જીલ્લાના અંબાલા ગામની વર્લ્ડ મીસ યોગીની તરીકે ઇન્ડિયા ફેમસ અને એક ખમીરવંતા ખેડૂતની દિકરી કુ.પૂજા ઘનશ્યામભાઇ પટેલ સ્કુલ ગેઇમ ફેડરેશન તથા યોગ ફેડરેશનની કુલ ૧૬ નેશનલ સ્પર્ધાઓ રમી અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઇ ૧૫ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ મેળવી ચુકી છે. યોગ શિક્ષક રેતુભા ગોહિલના જણાવ્યા મુજબ ઉદ્યોગપતિ સંતોષભાઇ કામદારના સહયોગથી આ દિકરીએ ૭ વખત વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપ રમી અલગ અલગ ઇવેન્ટમાં ૧૧ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવી વર્ષ ૨૦૧૮માં બેસ્ટ ઓફ ધ બેસ્ટમાં વર્લ્ડ રેકોડ ૃબનાવેલ છે. ૧૪ વખત મિસ યોગીની ઓફ ઇન્ડિયા અને પ વખત મિસ યોગીની ઓફ વર્લ્ડનો ખિતાબ હાસલ કરી લકુલીશ યોગ વિદ્યાલયને ગૌરવ અપાવેલ છે. ભણવામાં પણ તેજસ્વી પૂજા પટેલ યોગાસનની સાથે જીમ્નાસ્ટીકમાં પણ ૭ સ્ટેટ કોમ્પીટીશન રમી નેશનલ કક્ષાએ એક ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે.

(2:37 pm IST)