રાજકોટ તા. ૨૬ : શહેરના ફુડ ઉત્પાદકો અને વેચાણકર્તાઓને ત્યાં મનપાના ફુડ વિભાગ દ્વારા ચેકીંગ અને નમુના લેવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત મોરબી રોડ ખાતેથી લેવાયેલ રાજભોગ શીખંડમાં સીન્થેટીક ફુડ કલર મળી આવતા નમુનો નાપાસ થયો હતો. જ્યારે ગાંધીગ્રામ વિસ્તારમાંથી મંચુરીયન, ગ્રેવી, સંભારો, બાંધેલો લોટ મળી કુલ ૧૨ કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. જ્યારે ૨૦ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરી ૫ ને લાઇસન્સ અંગે નોટીસ અપાયેલ હતી. જ્યારે વિવિધ વિસ્તારોમાંથી લાડુ અને મોદકના ૭ નમુના લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા શ્રી મહેશભાઇ શિવલાલ મોલીયાની માલિકી પેઢી ‘જે.જે. સ્વીટ્સᅠએન્ડᅠડેરી ફાર્મ',ᅠસીતારામᅠ સોસાયટી,ᅠબારદાન ગલી,ᅠફાટકની બાજુમાં, મોરબી રોડ, મુકામેથી જગદીશભાઇ દામજીભાઇ ગરસંદિયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજᅠ‘રાજભોગ શિખંડ (લુઝ)'ᅠનો નમૂનો તપાસ બાદ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને બ્રિલિયન્ટ બ્લૂᅠFCF ની હાજરી હોવાને કારણે નમૂનોᅠસબસ્ટાન્ડર્ડᅠજાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.ᅠᅠᅠ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ‘વિશાલ ચાઇનીઝᅠએન્ડᅠપંજાબી' મિલન કોમ્પેલેક્ષ,ᅠલાખના બંગલા વાળો રોડ,ᅠગાંધીગ્રામ ખાતે તપાસ કરતાં ૪ કિ.ગ્રા. મંચુરિયન,ᅠ૪ કિ.ગ્રા. ગ્રેવી,ᅠ૨ કિ.ગ્રા. સંભારો,ᅠ૨ કિ.ગ્રા. બાંધેલો લોટ મળીને અંદાજીત કુલ ૧૨ કી.ગ્રા. વાસી અખાધ્ય ચીજોનો નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથાᅠFSWᅠવાન સાથે શહેરના જુલેલાલ મંદિર વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૫ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
૫ ને લાઇસન્સ અંગે સુચના
ફૂડ વિભાગની ટીમ તથાᅠFSWᅠવાન સાથે શહેરના જુલેલાલ મંદિર વિસ્તારમાં આવેલ જેલી ફરસાણ, બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ભવાની જનરલ સ્ટોર્સ, દાવત કોલ્ડ્રીંકસ તથા રામ દુગ્ધાલયને લાઇસન્સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ.
લાડુ - મોદકના
૭ નમુના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટીᅠસસ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ᅠહેઠળ ઉત્પાદકો પાસેથી લાડુ તથા મોદકના કુલ ૭ᅠનમૂનાᅠલેવામાંᅠઆવેલ. જેમાં મોતીચૂર લાડુ (લુઝ) : ગજાનંદ જોધપુર સ્વીટᅠએન્ડᅠફરસાણ, સંત કબીર રોડ, ગોવિંદબાગ રોડ કોર્નર, કેડી કોમ્પેલેક્ષ, જલગંગા ચોક,ᅠતથા મોતીચૂર લાડુ (લુઝ) : સાક્ષી ગૃહ ઉદ્યોગ,ᅠતિરૂપતિ સોસાયટી,શેરી નં.૨, કોઠારીયા ચોકડી,ᅠકોઠારીયા રિંગ રોડ તથા મોતીચૂર લાડુ (લુઝ): ᅠશિવ શક્તિ ગૃહ ઉદ્યોગ,ᅠ૪- મવડી પ્લોટ,ᅠરેલ્વેના પાટા પાસે તથાᅠમોતીચૂર લાડુ (લુઝ) :ᅠજય બાલાજી ગૃહ ઉદ્યોગ,ᅠશાષાીનગર ૧૯/૬ કોર્નર,ᅠરામપીર ચોક પાસે,ᅠરૈયાધાર રોડ અને મોતીચૂર લાડુ (લુઝ) :ᅠભોગીરામ મીઠાઈવાલા,ᅠપુનિતનગર શેરી નં.૪/એ,ᅠવસુંધારા સોસાયટી,ᅠબજરંગવાડી પાસે,ᅠજામનગર રોડ તથા મોતીચૂર લાડુ (લુઝ) :ᅠખેતેશ્વર સ્વીટ, ‘દાસારામ કૃપા',ᅠસુભાષનગર મેઇન રોડ,ᅠકેશવ વિદ્યાલય પાસે તેમજ મોદક (ગુલાબ ફલેવર-લુઝ):ᅠશ્રી અમૃત ડેરી એન્ડ આઇસ્ક્રીમ,ᅠશોપ નં-૧,ᅠબજરંગવાડી ચોક ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતા.(