Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

દોઢસો ફૂટ રોડ પર ગેરેજમાં સ્‍પેરપાર્ટની ચોરી કરનાર રમેશ સોલંકી પકડાયો

તાલુકા પોલીસના હેડ કોન્‍સ. કિશનભાઇ પાંભર, જીલુભાઇ ગરચર અને નિકુંજભાઇ મારવીયાની બાતમી : ૬૦ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૬ : દોઢ સો ફૂટ રોડ પર ફોર્ચ્‍યુન હોટલની બાજુમાં આવેલા ગેરેજમાં સ્‍પેરપાર્ટની ચોરી કરનારા શખ્‍સને તાલુકા પોલીસે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્‍યુન હોટલની બાજુમાં આવેલા ફોરવ્‍હીલના ગેરેજમાં રૂા. ૬૦ હજારના સ્‍પેરપાર્ટની ચોરી થઇ હતી. આ બનાવ અંગે ગેરેજના માલીકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ વી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.જી.ગોહિલ તથા પી.પી.ચાવડા સહિતના સ્‍ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્‍સ. કિશનભાઇ પાંભર, કોન્‍સ. જીલુભાઇ ગરચર તથા નિકુંજભાઇ મારવીયાને બાતમી મળતા પુનીતનગર પાણીના ટાંકા પાસેથી રમેશ દલાભાઇ સોલંકી (ઉ.૨૨)ને ચોરાઉ સ્‍પેરપાર્ટ સાથે પકડી લઇ ચાર રેડીયેટર, એન્‍જીનની ટાઇમીંગ પ્‍લેટ, એન્‍જીન ચેમ્‍બર સહિત રૂા. ૬૦૭૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પીએસઆઇ એચ.જી.ગોહિલ તથા પી.પી.ચાવડા, હેડ કોન્‍સ. કે.એસ.ઝાલા, એ.બી.ભુંડીયા, કે.આર.પાંભર, કોન્‍સ. કુલદીપસિંહ, જીલુભાઇ ગરચર, સંજયભાઇ, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ, કુશલભાઇ તથા નિકુંજભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(5:53 pm IST)