Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

બજારમાં રંગબેરંગી ગરબાનું ધૂમ વેચાણ :અવનવા હાર-ચૂંદડી સહિતના શણગારની ખરીદી

રાજકોટ ;આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવલા નવરાત્રીના દિવસોને ભક્તિભાવપૂર્વક ઉજવવા જનજનમાં અનેરો સંચાર થયો છે ત્યારે બજારમાં રંગબેરંગી ગરબાનું ધૂમ વેચાણ થઇ રહયું છે

ધર્મશાસ્ત્રની દ્રષ્ટ્રીએ નવરાત્રના પ્રથમ દિવસે શુભ મુહુર્તમાં ગરબાનું સ્થાપન  કરવામાં આવે છે  નવરાત્રી પર્વને વધાવવા ભાવિકોમાં શ્રદ્ધાભેર ઉત્સાહ છવાયો છે આધ્યશાક્તિની આરાધના - ભક્તિ માટે માઈ ભક્તોમાં તલસાટ જોવા મળે છે  બજારમાં રંગ-બેરંગી ગરબા,અવનવા હાર ,માતાજીની ચુંદડી અને વિવિધ શણગારની ધૂમ ખરીદી થઇ હતી

 

(8:59 pm IST)