Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શહેર પોલીસના ૧૦ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

ત્રણ એએસઆઇ અને સાત હેડકોન્‍સ્‍ટેબલનો સમાવેશ

રાજકોટ તા. ૨૬: શહેર પોલીસના દસ કર્મચારીઓની આંતરિક બદલીનો હુકમ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ કર્યો છે.   જેમાં ત્રણ એએસઆઇ અને સાત હેડકોન્‍સ્‍ટેબલનો સમાવેશ થાય છે.

એ-ડિવીઝનના એએસઆઇ ભરતસિંહ ગોહિલની બી-ડિવીઝનમાં, એએસઆઇ હારૂનભાઇ ચાનીયાને આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં બદલાવાયા છે. જ્‍યારે કુવાડવાના ભૂપેન્‍દ્રસિંહ કનુભાને પ્ર.નગર ખાતે બદલાવાયા છે. જ્‍યારે સાત હેડકોન્‍સ્‍ટેબલમાં યુનિવર્સિટીના બ્રિજરાજસિંહ દેવેન્‍દ્રસિંહને બી-ડિવીઝન, રાજેશભાઇ મિયાત્રાને કુવાડવા રોડ, એ-ડિવીઝનના હેડકોન્‍સ. મનોજભાઇ શંભુભાઇને યુનિવર્સિટી, બી-ડિવીઝનના ધર્મેશભાઇ ગગજીભાઇને ભક્‍તિનગર, બી-ડિવીઝનના પ્રકાશભાઇ દેવાયતભાઇને થોરાળા, તાલુકાના હરસુખભાઇ આલાભાઇને માલવીયાનગર, કુવાડવાના હિતેભાઇ અનુભાઇને બી-ડિવીઝન ખાતે બદલવામાં આવ્‍યા છે.

(4:58 pm IST)