Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સમર્પણ યંગ ગ્રુપની સ્‍પર્ધામાં રંગ ખીલ્‍યાઃ રંગપુરણી કરતા પપ૦ છાત્રો

રાજકોટ તા. ર૬ : સમર્પણ યંગ ગ્રુપ, સંત કબીર રોડ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્રમાં રંગ પૂરવાની સ્‍પર્ધા યોજાયેલ જેમાં પપ૦ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. ઇનામ વિતરણ પ્રસંગે  ઉદ્યોગપતિ નરોત્તમભાઇ પરસાણા, કોર્પોરેટર નયનાબેન પેઢડિયા, ગ્રુપના પ્રમુખ વિનોદ ચોટલિયા, સભ્‍ય ઉત્તમ પટેલ, ગોપાલ ફિચડિયા વગેરેના હસ્‍તે ઇનામ અપાયેલા. સ્‍પર્ધકો અને વિજેતાઓને પ્રોત્‍સાહિત કરવામાં નયબનાબેન અને નરોત્તમભાઇ સહયોગી બન્‍યા હતા.

આયોજનની સફળતા માટે પ્રમુખ વિનોદ ચોટલિયા ઉપરાંત સભ્‍યો વિનોદ પેઢડિયા, દીપ ચોટલિયા, કિશોર રામાણી, ગોપાલ ફીચડિયા, ઉત્તમ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:56 pm IST)