Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અકિલા-રઘુવંશી બીટસમાં દાંડીયા રાસમાં ઝુમવા હજારો ખેલૈયાઓ તૈયાર

સાધુ વાસવાણી રોડ પર અકિલા રઘુવંશી બીટસ સંગ જામશે કાઠીયાવાડી રંગઃ દરરોજ અવનવી થીમ સાથે સેલ્‍ફી ઝોનમાં ફોટા પડાવવા ખેલૈયાઓ માટે સુંદર વ્‍યવસ્‍થા જાણીતા ટીવી-ફીલ્‍મી દુનિયાના કલાકાર હાજરી આપશેઃ સ્‍થળ પરથી પણ ડેઇલી પાસની સુંદર વ્‍યવસ્‍થા

રાજકોટઃ આજે પ્રથમ નોરતે અકિલા રઘુવંશી બીટસમાં દાંડીયા રાસમાં ઝુમવા હજ્‍જારદ ખેલૈયાઓ તૈયાર, સાધુ વાસવાણીરોડ પર અકિલા રઘુવંશી બીટસ સંગ જામશે કાઠીયાવાડી રંગ, દર વર્ષની માફક આ વર્ષે પણ આ નવરાત્રી મહોત્‍સવમાં આનંદની સાથોસાથ સેવાકીય ક્ષેત્રના વિવિધ આયોજનો પણ હાથ ધરાશે. દરરોજ અવનવી થીમ સાથે સેલ્‍ફી ઝોનમાં ફોટા પડાવવા ખેલૈયાઓ માટે સુંદર વ્‍યવસ્‍થા, નવરાત્રી મહોત્‍સવ દરમ્‍યાન અને જાણીતા ટીવી-ફીલ્‍મ દુનિયાના કલાકાર ઉપસ્‍થિત રહેશે.

દર વર્ષની માફક આ વર્ષે પણ આ નવરાત્રી મહોત્‍સવમાં આનંદની સાથોસાથ સેવાકીય ક્ષેત્રના વિવિધ આયોજનો પણ હાથ ધરાશે. યુવા ખેલૈયાઓમાં દેશભકિતનું પ્રમાણ પ્રસરે તે માટે વચ્‍ચે વચ્‍ચે દેશભકિતને લગતા ગીતો પણ વગાડાશે. સ્‍વચ્‍છતા અભિયાનને પણ સતત મહત્‍વ અપાશે. તે જ રીતે રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન અંગેની જાગૃતિ, થેલેસેમીયા નાબૂદ થાય તે દિશામાં જાગૃતિ અભિયાન માટે પણ મહોત્‍સવ દરમ્‍યાન સતત પ્રયત્‍નો અને પ્રચાર-પ્રસાર કરાશે. ખેલૈયાઓ આ અંગેના સંકલ્‍પ લ્‍યે તે માટે પણ રઘૂકૂળ યુવા ગ્રુપ પ્રયત્‍નો કરશે.

આયોજક ટીમના મિતેશભાઇ રૂપારેલીયા, રાજેશભાઇ જટણીયા, હિરેનભાઇ તન્ના, પારસભાઇ ઉનડકટ, સાગરભાઇ તન્‍ના, જયદેવભાઇ કારીયા, રઘુરાજ રૂપારેલીયા સહિતના  જહેમત ઉઠાવી રહ્યા છે.

નવરાત્રી દરમ્‍યાન રઘુકુળ યુવા ગ્રુપના કાર્યકર્તાઓની ટીમ સતત ખડેપગે રહેશે, પ્રિન્‍સ-પ્રિન્‍સેસને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. નવરાત્રી મહોત્‍સવ દરમ્‍યાન અને જાણીતા ટીવી-ફિલ્‍મ દુનીયાના કલાકાર ઉપસ્‍થિત રહેશે. સ્‍થળ પરથી પણ ડેઇલી પાસની સુંદર વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

આયોજક ટીમના જયદેવભાઇ રૂપારેલીયા, રજનીભાઇ રાયચુરા, રવી કક્કડ, રઘુરાજ રૂપારેલીયા પરીમલ કોટેચા, સાગરભાઇ કક્કડ, માલવભાઇ વસાણી, નિશાદભાઇ સુચક, કિશનભાઇ પોપટ, નિરવભાઇ રૂપારેલીયા, પ્રકાશભાઇ ગઢીયા(રઘુવંશી વડાપાંઉ), પારસ કુંડલીયા, અલ્‍પેશ કોટક, ધર્મેન્‍દ્ર કારીયા, વાસુદેવ સોમૈયા(અંબીકા ફરસાણ), દર્શન રાજા, પાર્થ સચદે, નીરવ કક્કડ, ધવલ પોપટ, હાર્દિક રૂપારેલીયા, કલ્‍પીત ખંધેડીયા, દેવેન્‍દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, આકાશ લાખાણી, શુભમ કતીરા, વિજય, ભાવેશ કાનાબાર, પ્રશાંત પુજારા, સાગર ઠકરાર, નીખીલ સામાણી,  પ્રિયાંત, હિરેન અનડકટ, જેકી કક્કડ, મિતેશ અનડકટ, ભદ્રેશ વડેરા, સાર્થક ગણાત્રા તેમજ મહિલા ટીમના રચનાબેન રૂપારેલ, બિંદીયાબેન અમલાણી, કોમલબેન રૂપારેલીયા, વૈશાલી રૂપારેલીયા, ચેતનાબેન રાયચુરા, અંજલી વસાણી, આરતી કોટેચા, ડો.સ્‍વાતી દાવડા, ખુશ્‍બુ દાવડા, રોનકબેન પારેખ સહિતનાં કાર્યકરોની ટીમ સમગ્ર આયોજનને ક્ષતિશૂન્‍ય બનાવવા પરિશ્રમની પરાકાષ્‍ઠા સર્જી રહ્યા છે.

સમગ્ર આયોજન અંગે અને ફોર્મ અંગેની વિશેષ માહિતી માટે કાર્યાલય, જાનકી પ્રોપર્ટી, જગન્નાથ ચોક, સાંઇનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો. ૯૭૨૭૫ ૪૩૧૭૬) સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:43 pm IST)