Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રિક્ષાની ઠોકરે બાઇક ચડી જતાં ઘવાયેલા કિશોરભાઇ મિરાણીનું મોત

ગુંદાવાડીના વૃધ્‍ધને ૧૮ દિવસ પહેલા ક્રિસ્‍ટલ મોલ પાસે અકસ્‍માત નડયો'તોઃ આજે દમ તોડયો

રાજકોટ તા. ૨૬: ગુંદાવાડી કેૈલાસ કેવલમ સોસાયટીમાં રહેતાં કિશોરભાઇ કાકુભાઇ મિરાણી (ઉ.૭૬) નામના વૃધ્‍ધને તા. ૮/૯ના રોજ અકસ્‍માત નડતાં સારવાર હેઠળ હતાં. આજે તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
કિશોરભાઇ તા. ૮ના રોજ બાઇક હંકારીને ક્રિસ્‍ટલ મોલ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્‍યારે રિક્ષાની ઠોકરે ચડતાં ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતાં. આજે મૃત્‍યુ નિપજતાં પીએસઆઇ સોમૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર વૃધ્‍ધ નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે અને પોતે બે ભાઇ તથા બે બહેનમાં મોટા હતાં.

 

(4:07 pm IST)