Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કુમકુમ ગ્રુપ દ્વારા તુલસીના રોપનું વિતરણ

ફાર્મસી ડે નિમિતે રેસકોર્ષરીંગ રોડ પર આયોજીત કાર્યક્રમો દરમિયાન કુમકુમ ગ્રુપ દ્વારા ૫૦૧ તુલસીના રોપાનું વિનામૂલ્‍યે વિતરણ કરાયુ હતુ. આ વિતરણનો પ્રારંભ મેયર ડો. પ્રદિપભાઇ ડવ, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ, કિશનભાઇ ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હિરેનભાઇ પટેલ, સર્વેશ્વરભાઇ ચૌહાણ, જયરાજસિંહ જાડેજા, દીગુભા ઝાલા, રક્ષાબેન બોળીયાની ઉપસ્‍થિતીમાં કરાયો હતો. સમગ્ર સેવાયજ્ઞને સફળ બનાવવા કુમકુમ ગ્રુપના મનોજભાઇ પટેલ, રાજુભાઇ પ્રજાપતિ, અશોક જાદવ, નારણભાઇ કેશરીયા, સુધીરભાઇ પોપટ, ભરત ઇલાણી, કિશોરભાઇ વાડોલીયા, સુરેશ લાખાણી, ધીમંત ભટ્ટ, રાજુભાઇ ઉનાગર, દિનેશભાઇ રાપુચા, અભિન પટેલ, અશ્વિન શેખા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)