Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સરગમી બાળ ખેલૈયાઓએ નવરાત્રીને કર્યુ શાનદાર વેલકમ

અવનવા ડ્રેસમાં સજ્જ થઈને બાળકોએ લીધા ગરબા : ૮૦ ઈનામો અપાયા

રાજકોટ :  નવરાત્રીને વેલકમ કરવા માટે સરગમી બાળ ખેલૈયાઓએ વેલકમ નવરાત્રીમાં શાનદાર પર્ફોર્મન્‍સ કર્યું હતું. અવનવા રંગબેરંગી વષાોમાં સજ્જ થઈને આવેલા સરગમ ચિલ્‍ડ્રન કલબના સભ્‍યોએ ડી.એચ.કોલેજના ગ્રાઉન્‍ડમાં જમાવટ કરી દીધી હતી અને વાહવાહી પણ મેળવી હતી.આ રાસોત્‍સવમાં મહેમાનોના હસ્‍તે જુદા જુદા ગ્રુપમાં કુલ ૮૦ ઇનામો આપવામાં આવ્‍યા હતા. આ બાળ ખેલૈયાઓને ગરબે રમતા જોવા માટે અતિથિ વિશેષ તરીકે પંચશીલ સ્‍કૂલના ડી.કે. વડોદરિયા, આત્‍મીય કોલેજના સ્‍વસ્‍તિકબેન, મહાત્‍મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્‍ટનાં અલ્‍પનાબેન ત્રિવેદી, આર. કે.યુનિવર્સિટીના ખોદીદાસભાઇ પટેલ અને શિવલાલભાઈ રામાણી મૌલેશભાઈ પટેલ હરેશભાઈ લાખાણી, કિરીટભાઈ આદ્રોજા, એમ. જે. સોલંકી, વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ રાસોત્‍સવમાં નિર્ણાયક તરીકે અલ્‍કાબેન કામદાર, છાયાબેન દવે, નિલુબેન મહેતા, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, અલ્‍કાબેન ધામેલિયા, જયશ્રીબેન મહેતા અને ભાવનાબેન માવાણીએ સેવા આપી હતી. રાસોત્‍સવમાં કુલ ૮૦ બાળકોને જુદા જુદા ઇનામોથી નવાજવામાં આવ્‍યા હતા.
મન્‍સુર ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્‍ટ્રાએ ધૂમ મચાવી હતી. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્‍યા ઉપરાંત રાજકોટના સોનલ ગઢવી અને નિલેષ પંડ્‍યા અને મનીષા કરિન્‍દકરે માતાજીનાં ગરબા રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ અલકાબેન કામદાર, નીલુબેન મહેતા, મધુરિકાબેન જાડેજા, ગીતાબેન હીરાણી, આશાબેન ભુછડા, અલકા ધામેલીયા, હેતલ થડેશ્વર, જયશ્રીબેન વ્‍યાસ, હિનાબેન પારેખ, મિતલબેન ચગ, નીતાબેન પરસાણા, ગીતાબેન ઉનાગર,  વૈશાલીબેન શાહ તેમજ લેડીઝ ક્‍લબના કમિટી મેમ્‍બરે જહેમત ઉઠાવી હતી

 

(3:56 pm IST)