Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજકોટ રેવન્‍યુ બાર એસો.નું સ્‍નેહમિલન યોજાયું : ૮૦૦ વકીલોની હાજરી

કોરોના મહામારી બાદ પ્રથમ સંમેલનમાં મોટી સંખ્‍યામાં રેવન્‍યુ પ્રેકટીશનર્સ હાજર રહ્યા : ગુજરાત ભાજપ ઉપાધ્‍યક્ષ સાંસદ રામભાઇ મોકરીયા, મેયર સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા

રાજકોટ,તા. ૨૬ : રાજકોટ રેવન્‍યુ બાર એસો.નું સ્‍નેહમિલન સંમેલન યોજાયું હતું .જેમાં ૮૦૦ ધારાશાષાીઓ હાજર રહ્યા હતા.

રાજકોટ રેવન્‍યુ બાર એસો. દ્વારા જય સરદાર રેસ્‍ટોરન્‍ટ મવડી રોડ પાળ ખાતે ગત તા. ૨૩ના રોજ ભવ્‍ય સ્‍નેહમિલનનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં ૮૦૦ ધારાશાષાોઓની હાજરી રહી હતી. અતિથિ વિશેષમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર મેયર ડો. પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, બેડી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોઘરા, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશનભાઇ ટીલવા ભાજપ લીગલ સેલ પ્રદેશ કારોબારી સભ્‍ય હિતેષભાઇ દવે, રાજકોઠ ભાજપ લીગલ સેલ કન્‍વીનર અંશ ભારદ્વાજ, રાજકોટ ભાજપ લીગલ સેલ સહ કન્‍વીનર સી.એચ.પટેલ, રાજકોટ બિલ્‍ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરા તથા રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબ,ુ લોધીકા મામલતદાર જે.એસ.વસોયા તથા સનીયર-જુનીયર એડવોકેટ અનીલભાઇ ગજેરા, પી.એચ.પનારા, ભાસ્‍કરભાઇ જસાણી, કેતનભાઇ જેઠવા, પ્રશાંત જોષી, બહાદુરસિંહ જાડેજા, રાજેશ પરસાણા, મનસુખ નાથાણી, દિલીપ કંડોલીયા, સબીર બાવાણી, સન્‍યાબેન રાઠોડ, પન્નાબેન ભુત, મુનીરા સૈયદ, વીણાબેન કોરાટ તથા સરકારી વકીલ દિલીપ મહેતા, અતુલ જોષી, મુકેશ પીપળીયા, પ્રશાંત પટેલ, પરાગ શાહ, અનીલ ગોગીયા તથા પ્રશાંત લાઠીગ્રા, નંદકિશોર પાનોલા, અનીલ ડોબરીયા, વિજય રૈયાણીનો હાજરી રહી હતી. કાર્યક્રમના અંતે જે વ્‍યકિતઓ અનંતનો વાટે નીકળ્‍યા એમને સાચા અર્થની રહ્યાંજલીની સાથે બે મિનિટ મોન પાડવામાં આવ્‍યુ હતું. આ ભવ્‍ય કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરાનું સન્‍માન વિજય ભટ્ટ અને વિરેન વ્‍યાસે કરેલ હતું.

 રાજ્‍યસભાના સાસંદ રામભાઇ મોકરીયાનું સન્‍માન પંકજ દોંગા અને આનંદ પરમારે કરેલ તથા રાજકોટ મેયર ડો.પ્રદીપ ડવનું સન્‍માન કેતન મંડ તથા રાજેશ નસીતે કરેલ. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીનું સન્‍માન વિમલ ડાંગરે કરેલ. શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશનભાઇ ટીલવાનું સન્‍માન અનીલ કાકડીયા અને નરેશ પરસાણાએ કરેલ. બેડી રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાનું સન્‍માન નીખીલ ઝાલાવાડીયા તથા જય વસોયાએ કરેલ. હિતેષભાઇ દવેનું સન્‍માન વિજય રામાણી તથા શ્‍યામ પરમારે કરેલ. સી.એચ.પટેલનું સન્‍માન કેતન જેઠવા તથા રીતેશ ટોપીયાએ કરેલ. પરેશ ગજેરાનું સન્‍માન પી.એચ.પનારા, તથા પિયુષ સખીયા કરેલ. કલેકટર અરૂણ મહેશ બાબુનું સન્‍માન રીધમ ઝાલાવાડીયા અને તુષાર સોંડાગરે કરેલ મામલતદાર જે.એસ.વસોયાનું સન્‍માન હિમાંશુ શીશાંગીયા અને દિપક લાડવાએ કરેલ હતું.

આ સંમેલનને સફળ બનાવવા રાજકોટ રેવન્‍યુ બાર એસો.ના પ્રમુખ રમેશભાઇ કથીરીયા, ઉપપ્રમુખ આનંદ જોષી, નિલેશ પટેલ, ગીરીરાજસિંહ જાડેજા, સેક્રેટરી વિજય તોગડીયા, જોઇન્‍ટ સેક્રેટરી પંકજ દોંગા તથા આનંદ પરમાર, ટ્રેઝરર વિરેન વ્‍યાસ, સંગઠન મંત્રી રજનીકાંત ગજેરા, સહ સંગઠન મંત્રી ધર્મેશ સખીયા તથા કેતન મંડ, પ્રેસ મીડિયા ઇન્‍ચાર્જ જયભારત ધામેચા, સોશ્‍યલ મીડિયા ઇન્‍ચાર્જ વિમલ ડાંગર કમિટી મેમ્‍બર નરેશ પરસાણા, પિયુષ સખીયા, અનીલ કાકડીયા, વિજય રામાણી, રીતેષ ટોપીયા, રીધમ ઝાલાવાડીયા, હેમાંશુ શીશાગીયા, દીપક લાડવા તથા મહિલા કમિટી મેમ્‍બર નીશાબેન લુણાગરીયા, હીરલબેન જોષી, રશ્‍મિબેન સાપરીયા, માહિનીબેન ચાવડા, લક્ષ્મીબેન વાઢેર, ધારાબેન મુલશાએ જહેમત ઉઠાવી હતી. રાજકોટ રેવન્‍યુ બાર એસો.ની સ્‍થાપનાનું કારણ તથા રેવન્‍યુ બારની કામગીરી વિશે માહિતગાર રક્ષીતભાઇ રૈયાણીએ કરેલ સ્‍વાગત પ્રવચન પ્રમુખ આર.ટી.કથીરીયાએ કરેલ તથા આભારવિધી નિશાબેન લુણાગરિયાએ કરેલ અને સમગ્ર કાર્યક્રમનું એન્‍કરીંગ હાર્દિકભાઇ સોરઠીયાએ કરેલ હતું.

(3:32 pm IST)